ટેલર સ્વિફ્ટ પણ ડાન્સ સ્ટેપને કારણે થઇ ટ્રોલ, ચાહકોએ કહ્યું - આ તો સલમાનભાઇ જેવો ડાન્સ કરે છે

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Taylor Swift and Salman Khan


Taylor Swift: હોલિવૂડની જાણીતી સિંગર ટેલર સ્વિફ્ટ આ દિવસોમાં પોતાની એરાસ ટૂરને કારણે જાણીતી છે. આ શોમાં તેના ચાહકોમાં અલગ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવે ટેલર સ્વિફ્ટનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોના કારણે ટેલરને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેલર સ્વિફ્ટ ડાન્સ સ્ટેપને કારણે થઇ ટ્રોલ

ટેલર સ્વિફ્ટની ગાયકીના ચાહકો આખી દુનિયામાં ફેલાયેલા છે. તેણે અનેક હિટ ગીતો ગાયા છે. હવે વાયરલ વીડિયોમાં ટેલરનો ડાન્સ જોઈને ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે જવાબ આપ્યો કે, મારો નાનો ભાઈ ટેલર કરતા વધુ સારો ડાન્સ કરી શકે છે. તો અન્ય યુઝરે લખ્યું કે આનાથી સારા સ્ટેપ તો આપણા ભાઈજાન (સલમાન ખાન) કરી લે છે. 

સ્વિફટે હાલમાં 100મો એરાસ ટૂરનો શૉ પૂરો કર્યો 

ટેલર સ્વિફટે હાલમાં જ તેનો 100મો એરાસ ટૂરનો શૉ પૂરો કર્યો છે. ગાયિકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સનો આભાર માન્યો છે. તેમજ ટેલર સ્વિફટે ફેન્સ સાથે પોતાની ટૂર ડિસેમ્બરમાં પૂરી થવાની જાણકારી પણ આપી હતી.   

ટેલર સ્વિફ્ટે વિશ્વના ઘણા ભાગોમાં પોતાનો શો કર્યો છે. આ શો દરમિયાન તેણે દક્ષિણ અમેરિકાથી લઈને એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપનો પ્રવાસ કર્યો છે. ટેલરે આ વર્ષે એપ્રિલમાં તેનું 11મો સ્ટુડિયો આલ્બમ 'ધ ટોર્ચર્ડ પોએટ્સ ડિપાર્ટમેન્ટ' પણ રિલીઝ કર્યું હતું. 

ટેલર સ્વિફ્ટ પણ ડાન્સ સ્ટેપને કારણે થઇ ટ્રોલ, ચાહકોએ કહ્યું - આ તો સલમાનભાઇ જેવો ડાન્સ કરે છે 2 - image



Google NewsGoogle News