તારક મહેતાના જેઠાલાલે આદિવાસી સમાજની માફી માંગવી પડી, એક ડાયલોગને કારણે ભભૂક્યો હતો રોષ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં જેઠાલાલ દ્વારા એક આપતિજનક ટિપ્પણી કરવામાં આવી હતી
જેથી આદિવાસી સમાજ રોષે ભરતા અંતે તેમને આ બાબતે માફી માંગવી પડી હતી
Tarak Mehta Ka Ulta Chashma: ફેમીલી કોમેડી ડ્રામામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ ઉપરાંત આ શો સતત વિવાદોમાં પણ આવતો રહે છે. ઘણી વખત શોના સ્ટાર્સની કોઈ ટિપ્પણી બાબતે અથવા તો કોઈ એવા સીનના કારણે સતત કોઈને કોઈ વિવાદો થતા જ રહે છે. એવા જ એક વિવાદના કારણે શોના જાણીતા સ્ટાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પણ એક વિવાદિત ટિપ્પણી પર માફી માંગવી પડી હતી.
જેઠાલાલે કહ્યું ફરી અમે આવી ભૂલ નહિ કરીએ
આ શોના એક એપિસોડમાં જેઠાલાલે આદિવાસી સમાજ પર આપતિજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. આ ટિપ્પણીનના કરને આદિવાસી સમાજ દ્વારા જેઠાલાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જેના પછી જેઠાલાલનો માફી માંગતો વિડીયો જાહેર થયો હતો.
માફી માંગતા જેઠાલાલે કહ્યું....
ગણપતી ઉત્સવ દરમ્યાન શોમાં તેમના એક ડાયલોગમાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી, જેમાં તેમને માફી માંગતા કહ્યું કે, મારા દિલમાં માત્ર આદિવાસી સમાજ જ નહિ પરંતુ કોઈપણ જાતી, સમાજ કે જ્ઞાતિ માટે કોઈ એવી વાત નથી કે અમે તેમની મજાક ઉડાવીએ, તેમ છતાં પણ આમારથી તમને કોઈ ઠેસ પહોચી હોય તો આ બાબતે હું માફી માંગું છું. તમે પણ મોટું મન રાખીને અમને માફ કરી દો.