આદર જૈનની ટાઈમપાસ ટિપ્પણીથી તારા સુતરિયાની માતા નારાજ
- આવી ટિપ્પણી વિશે તેની માં-પુત્રીને જાણ કરો
- મેરેજ પહેલાં પોતે ચાર વર્ષ ટાઈમપાસ જ કર્યો હોવાની આદર જૈનની ટિપ્પણીથી વિવાદ
મુંબઇ : આદર જૈને તાજેતરમાં આલેખા અડવાણી સાથે લગ્ન કર્યાં છે. પરંતુ તે પહેલાં તે અને તારા સુતરિયા વર્ષો સુધી રિલેશનશિપમાં હતાં. તાજેતરમાં પોતાના લગ્ન વખતે જ આદર જૈને આ પહેલાં ચાર વર્ષ તો પોતે ટાઈમપાસ જ કર્યો હતો તેવી ટિપ્પણી કરતાં તારા સુતરિયાની માતા નારાજ થઈ છે.
તારા સુતરિયાની માતા ટીના સુતરિયાએ કોઈનું નામ લીધા વિના એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું છે કે તમારા પતિ કે બોયફ્રેન્ડ ક્યારેક અપમાનજનક શબ્દો ઉચ્ચારે તો એક કાગળ પર લખીને તેની માતા કે દીકરી સુધી પહોંચાડો. જો તે પોતાની માતા કે દીકરી માટે આવા શબ્દોનો ઉપયોગ ના કરી શકતો હોય તો અન્યને પણ તેવું કહેવાનો તેને કોઈ હક્ક નથી.
દરમિયાન, તારા સુતરિયાએ આદરની ટિપ્પણી અંગે મૌન સેવ્યું છે.