તારા સુતરિયા આશિકી-3ની હિરોઈન તરીકે હજુ કન્ફર્મ નહીં

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
તારા સુતરિયા આશિકી-3ની હિરોઈન તરીકે હજુ કન્ફર્મ નહીં 1 - image


- હજુ આખરી નિર્ણય નહીં લેવાયાની સ્પષ્ટતા

- ફિલ્મ નહીં પરંતુ ખરેખર રિલેશનશિપને લીધે કાર્તિક અને તારા હળીમળી રહ્યા છે

મુંબઇ : તાજેતરમાં કાર્તિક આર્યન અને તારા સુતરિયા ડિનર માટે  સાથે જોવા મળતા લોકોએ તેઓ 'આશિકી થ્રી'માં સાથે કામ કરતાં હોવાથી હળતાં મળતાં હોઈ શકે તેવું પણ વિચારી લીધું હતું. જોકે, હવે ફિલ્મ સર્જકોએ સ્પષ્ટતા કરી છે કે તારાને 'આશિકી થ્રી'ની હિરોઈન તરીકે હજુ ફાઈનલ કરાઈ નથી. આથી , કાર્તિક અને તારા ખરેખર ડેટિંગ માટે જ હળતાં મળતાં હોવાનું પણ નક્કી થઈ ગયું છે. 

'આશિકી થ્રી'ના દિગ્દર્શક અનુરાગ બસુએ કહ્યું હતું કે હજુ તારા માટે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. તેમણે જણાવ્યું હતું કે વાસ્તવમાં ફિલ્મની લીડ હિરોઈન અંગે હજુ કશું પણ ફાઈનલ થયું નથી. તારા સુતરિયાને કાસ્ટ કરી લેવામાં આવી હોવાની વાતો માત્ર અટકળો જ છે. 

થોડા દિવસો પહેલાં તારા અને કાર્તિક સાથે જોવા મળ્યાં હતાં. કાર્તિકે તારાને હગ કર્યું હતું. જોકે, ફોટોગ્રાફર્સને જોઈ બંને ભાગ્યાં હતાં. તે વખતે તેઓ ડેટિંગ માટે સાથે છે કે પછી 'આશિકી થ્રી' માટે હળી મળી રહ્યાં છે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ, હવે સર્જકોની સ્પષ્ટતા બાદ નક્કી થઈ ગયું છે કે કાર્તિક અને તારા વચ્ચે ખરેખર અફેર ચાલી રહ્યું છે. 

બંનેએ જોકે પોતાની રિલેશનશિપ વિશે હજુ કશું કન્ફર્મ કર્યું નથી. 

બીજી તરફ 'આશિકી  થ્રી'ની હિરોઈન  અંગે હવે નવેસરથી અટકળબાજી શરુ થાય તેવી સંભાવના છે. 


Google NewsGoogle News