તારા સુતરિયાને લોટરી લાગીઃ આશિકી થ્રીમાં કાર્તિકની હિરોઈન

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
તારા સુતરિયાને લોટરી લાગીઃ આશિકી થ્રીમાં કાર્તિકની હિરોઈન 1 - image


- સારા, કૃતિ સહિતની હિરોઈનોનાં નામ ચાલતાં હતાં

- કારકિર્દી જમાવવા કેટલાય સમયથી ફાંફા મારતી તારાની એકમાત્ર ઓળખ આદરની ગર્લફ્રેન્ડ તરીકેની 

મુંબઈ : બોલીવૂડમાં કારકિર્દી જમાવવા માટે લાંબા સમયથી ફાંફા મારતી અને મોટાભાગે આદર જૈનની ગર્લફ્રેન્ડ તરીકે કપૂર પરિવારના તમામ ફંકશન્સમાં હાજરી આપવાને કારણે ચર્ચામાં રહેતી તારા સુતરિયાને લોટરી લાગી છે. તેને 'આશિકી થ્રી'માં કાર્તિક આર્યન સામે હિરોઈન તરીકે પસંદ કરી લેવામાં આવી હોવાનું કહેવાય છે. 

'આશિકી થ્રી'માં હિરોઈન તરીકે સારા અલી ખાન તથા કૃતિ સેનન સહિતની હિરોઈનોનાં નામ ચર્ચાયાં હતાં. એક તબક્કે દીપિકા પદુકોણ પણ આ રોલ માટે હોડમાં હોવાનું કહેવાતું હતું.  થોડા સમય પહેલાં ેએવી પણ  ચર્ચા હતી કે નવોદિત કન્નડા એકટ્રેસ આકાંક્ષા શર્માને હિરોઈન તરીકે લગભગ પસંદ કરી લેવામાં આવી છે. 

હવે લેટેસ્ટ ચર્ચા મુજબ તારા સુતરિયા આ રોલ મેળવવામાં સફળ થઈ છે.  રાજકપૂરની દીકરી રીમા જૈનના પુત્ર આદર જૈન સાથે તારા વર્ષોથી રિલેશનશિપમાં છે. તેના કારણે કપૂર પરિવારના તમામ સમારોહ અને નાની મોટી પાર્ટીઓમાં તેની અચૂક હાજરી હોય છે. આ જ કારણોસર તે સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં તેનું અને આદરનું બ્રેક અપ થઈ ગયું હોવાની પણ ચર્ચાઓ ચાલી હતી પરંતુ તેને કોઈ સમર્થન મળ્યું ન હતું. 

તારા  અગાઉ 'તડપ', 'એક વિલન  રિટર્ન્સ' સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ, તેની એક પણ ફિલ્મ ટિકિટબારી પર ચાલી નથી. 

'આશિકી' પહેલીવાર બની ત્યારે અનુ અગ્રવાલ હિરોઈન હતી. 'આશિકી ટૂ'માં શ્રદ્ધા કપૂર હિરોઈન બની હતી. અનુ અને શ્રદ્ધા બંને આ ફિલ્મો પહેલાં ખાસ જાણીતાં ન હતાં અને આ ફિલ્મોએ જ તેમને ઓલખ આપી હતી. તારાના કેસમાં આ કિસ્સાનું પુનરાવર્તન થશે તેવી આશા તેના ચાહકો સેવી રહ્યા છે. 


Google NewsGoogle News