તારાનો દાવો, હું કોઈ રિલેશનશિપમાં નથી, સિંગલ છું

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
તારાનો દાવો, હું કોઈ રિલેશનશિપમાં નથી, સિંગલ છું 1 - image


- આદર જૈન સાથે બ્રેક અપ થઈ ચૂક્યું છે

- તારા સુતરિયા અને કાર્તિક આર્યનનાં અફેરની વાત પણ ચગી છે

મુંબઇ : તારા સુતરિયાએ દાવો કર્યો છે કે પોતે હાલ કોઈ રિલેશનશિપમાં નથી અને અત્યારે તે સિંગલ છે. 

બોલીવૂડમાં તારા સુતરિયાની ઓળખ જ આદર જૈનની ગર્લફ્રેન્ડ તરીકે હતી. જોકે, વર્ષો સુધી ડેટિંગ બાદ  થોડા મહિનાઓ પહેલાં જ તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. તારાનું કપૂર પરિવાર સાથે બોન્ડિંગ જોતાં તે અને આદર પરણી જ જશે એમ નક્કી મનાતું હતું પરંતુ અચાનક કોઈ કારણોસર બંને વચ્ચે બ્રેક અપ થયુ ંહતું. 

હાલમાં તારા અને કાર્તિક આર્યન વચ્ચે ડેટિંગની અફવા શરુ થઈ છે. બંને એક ડિનર ડેટ વખતે રોમાન્ટિક મુદ્રામાં જોવા મળ્યાં હતાં. તારા કાર્તિકની સાથે 'આશિકી થ્રી'માં કામ કરી રહી હોવાની વાતો પણ ફેલાઈ હતી. 

જોકે, હવે તારાએ દાવો કર્યો છે કે હાલ પોતે સિંગલ છે. કાર્તિક સાથે અફેરની વાત તેણે નકારી છે. 

તારાને 'આશિકી થ્રી'માં હિરોઈન તરીકે પસંદ કરવામાં આવી નથી તેવી સ્પષ્ટતા અગાઉ નિર્માતા મુકેશ ભટ્ટ પણ કરી ચૂક્યા છે. 


Google NewsGoogle News