યશની ટોક્સિકમાં ત્રીજી હિરોઈન તરીકે તારા સુતરિયાની પસંદગી

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
યશની ટોક્સિકમાં ત્રીજી હિરોઈન તરીકે તારા સુતરિયાની પસંદગી 1 - image


- નયનતારા યશની બહેનની ભૂમિકામાં હશે

- ફિલ્મમાં કિયારા અડવાણી  યશની પ્રેયસીના રોલમાં, હુમા કુરેશીનો નેગેટિવ રોલ

મુંબઇ : યશની 'ટોક્સિક'માં તારા સુતરિયાને પણ કાસ્ટ કરવામાં આવી છે. તારા આ સાઉથના પ્રોજેક્ટમાં કાસ્ટ થયેલી બોલીવૂડની ત્રીજી અભિનેત્રી બની છે. આ ફિલ્મ માટે અગાઉ કિયારા અડવાણી તથા હુમા કુરેશી કાસ્ટ થઈ ચૂક્યાં છે. કિયારા યશની પ્રેયસીની ભૂમિકામાં જ્યારે હુમા કુરેશી નેગેટિવ ભૂમિકામાં હશે. આ ઉપરાંત સાઉથની જાણીતી હિરોઈન નયનતારા યશની બહેનની ભૂમિકામાં છે. 

 આ ફિલ્મ ં ૧૯૫૦ થી ૭૦ના દાયકા સુધી રાજ કરનારા ડ્રગ માફિયા પર આધરિત છે. યશ આ ફિલ્મમાં એક સ્ટાઇલિશ ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવશે. 

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૦ દિવસથી વધુ દિવસોમાં આટોપી લેવાની યોજના છે. આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ થઇ ગયું છે અને આ વરસના અંત સુધી ચાલે તેવી પૂરી શક્યતા છે. ફિલ્મને આગામી વર્ષે રીલિઝ કરાશે. 


Google NewsGoogle News