તમિલ-તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુનના ઘરે માતમ છવાયું, બહેન નાગા સરોજાનું નિધન
Image Source: Facebook & Twitter
મુંબઈ, તા. 20 ઓક્ટોબર 2023 શુક્રવાર
તમિલ અને તેલુગુ ફિલ્મોના સ્ટાર અક્કિનેની નાગાર્જુન પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટરની બહેન નાગા સરોજાનું નિધન થઈ ગયુ છે. અક્કિનેની નાગાર્જુનની બહેન નાગા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
અક્કિનેની નાગાર્જુનની માતાનું વર્ષ 2011માં નિધન થઈ ગયુ હતુ. તેઓ કુલ પાંચ ભાઈ બહેન છે. સત્યવતી, નાગા સુશીલા, નાગા સરોજા, વેંકટ અને નાગાર્જુન. સરોજા ત્રીજા નંબરની બહેન છે. હવે એક્ટરની એક બહેનનું નિધન થઈ ગયુ.
ઉલ્લેખનીય છેકે અક્કિનેની નાગાર્જુને બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન સાઉથના મશહૂર એક્ટર નાગા ચૈતન્યની માતા સાથે થયા હતા પરંતુ બંનેના વર્ષ 1990માં ડિવોર્સ થઈ ગયા હતા. જે બાદ તેમણે એક્ટ્રેસ અને ડાન્સર અમાલા અક્કિનેની સાથે લગ્ન કર્યા.