તમિલ એક્ટર બિજલી રમેશનું 46 વર્ષની વયે નિધન
Bijli Ramesh Passed Away: તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શાનદાર અભિનેતા બિજલી રમેશનું નિધન થઈ ગયું છે. 46 વર્ષીય એક્ટર બિજલી રમેશે ગત 26 ઓગસ્ટ 2024ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું છે.
બિજલી રમેશનું નિધન
બિજલી રમેશ 'અદાઈ' અને 'શિવપ્પુ મંજલ પચાઈ' જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર કામ માટે ઓળખાતા હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સામાન્ય જનતાથી લઈને સેલેબ્સ સુધી લોકો તેના નિધનના સમાચારથી હેરાન રહી ગયા છે.
સુપરસ્ટાર રજનીકાંતના ફેન હતા બિજલી રમેશ
તમને જણાવી દઈએ કે, બિજલી રમેશ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના સૌથી મોટા ફેન તરીકે પણ ઓળખાતા હતા. અને તેના કારણે તેઓ ખૂબ જ પોપ્યુલર પણ હતા. સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર આવતા જ તેના ચાહકો, સહકર્મચારીઓ અને શુભચિંતકોએ એક્ટરને શ્રદ્ધાંજલિ આપી.
ફિલ્મોમાં આવવા પહેલા યુટ્યુબર હતો બિજલી રમેશ
બિજલી રમેશ લાંબી બીમારીનો સામનો કરી રહ્યા હતા અને કથિત રીતે ગત 26 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે 9:00 વાગ્યા આસપાસ તેમનું નિધન થઈ ગયું. કહેવાય છે કે, બિજલી રમેશને સ્ટાર બનાવવાનો પૂરો શ્રેય નેલસન દિલીપકુમારને જાય છે. બિજળી રમેશ ફિલ્મોમાં આવવા પહેલા યુટ્યુબર હતો. ત્યારબાદ નેલસન દિલીપ કુમારે તેમને એક ગીતમાં સ્પેશિયલ અપીયરેન્સની તક આપી હતી.
એક્ટરનું લીવર ડેમેજ થઈ ગયું હતું
મીડિયા અહેવાલ પ્રમાણે બિજલી રમેશને ખૂબ જ શરાબની લત હતી અને તેના કારણે તેમનું લીવર ડેમેજ થઈ ગયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એક્ટરે તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો, જેમાં તેઓ ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા.
સાઉથના ફેમસ કોમેડિયન હતા બિજલી રમેશ
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તેઓ એક શાનદાર કોમેડી એક્ટર તરીકે પણ ખૂબ જ ફેમસ હતા. જોકે તેમને ક્યારેય મોટી તક ન મળી. તેઓ કેટલાક ટીવી શોમાં પણ નજર આવ્યા હતા અને લોકોને ખૂબ જ એન્ટરટેન કરતા હતા.