નિર્માતાઓની તકરારના કારણે તમન્નાની વેબ સીરીઝ વિવાદમાં
- આખરી સચના નિર્માતાઓ સામસામે
- બુરાંડી કાંડ પર આધારિત સીરીઝમાં નાણાંકીય ગોલમાલ, ક્રેડિટ સહિતના મુદ્દે તકરાર
મુંબઇ : આ મહિને ઓટીટી પર રિલીઝ થયેલી તમન્ના ભાટિયાની વેબ સીરીઝ 'આખરી સચ'ના નિર્માતા અન ેસહ નિર્માતા બાખડયા હોવાથી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ સીરીઝ દિલ્હીમાં થયેલા બહુ ચર્ચિત બુરાડી કાંડ પર આધારિત આ વેબ સીરીઝ છે. હવે ચાર મહિના પછી સીરીઝના સર્જકો વચ્ચે વિવાદ થયો છે.
શોના નિર્માતા નિખિલ નંદાએ સહ નિર્માતા પ્રીતિ અને નીતિ સીમોસ વિરુદ્ધ દિલ્હીમાં એફઆરઆઇ નોંધાવી છે. બીજી તરફ ે સિમોસ બહેનોનો દાવો છે કે, નિખિલ નંદાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આખરી સચનની સીઝન વનમાં કામ કરનારાઓને હજી સુધી નંદાએ મહેનતાણા ચુકવ્યા નથી. આ બાબતે નિખિલ નંદા વિરુદ્ધ એક કેસ નોંધાઇ ચુક્યો છે. નંદાએ થોડા દિવસો પહેલા પ્રીતિ અને નીતિ સિમોસ વિરુદ્ધ ૪૨૦-૪૬૦ કલમ હેઠળ દિલ્હીમાં દગા થયાનું એફઆરઆઇ નોંધાવી હતી. જેમાં નિખિલ નંદાએ આરોપ લગાવ્યો હતો કે, સિમોસ બહેનોએ સીરીઝની અંતિમ ક્રેડિટમાં હેરફેર કરી છે. તેમણે રાહુલ ઝા સાથે સીરીઝના આખરી શૂટની હાર્ડ ડિસ્ક બદલી નાખી હતી. જોકે પ્રીતિ અને નીતિએ આ દાવાઓનું ખંડન કર્યું છે.