તમન્ના ભાટિયા સ્ત્રી ટુ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરશે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
તમન્ના ભાટિયા સ્ત્રી ટુ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરશે 1 - image


- આ ગીતનું શૂટિંગ અભિનેત્રીએ રાજકુમાર રાવ સાથે પુરુ કર્યું છે

મુંબઇ : ૨૦૧૮ની  હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રીની સીકવલ સ્ત્રી ટુ બની રહી છે. 

આ ફિલ્મમાં તમન્ના ભાટિયા એક આઇટમ સોન્ગ કરવાની છે. તેમાં રસપ્રદ વાત એ છે કે, આ ગીત તે રાજકુમાર રાવ સાથે કરતીજોવા મળવાની છે. તમન્ના અને રાજકુમાર રાવ પ્રથમ વખત કારકિર્દીમાં સાથે કામ કરશે. જોકે તમન્ના કે ફિલ્મસર્જકે આ વાતને સમર્થન આપ્યું નથી. 

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તમન્નાએ ઘણા આઇટમ સોન્ગ કર્યા છે  સ્ત્રી ટુના ફિલ્મસર્જકને તમન્ના જ આ આઇટમ ગીત માટે યોગ્ય લાગી હતી.  ઉલ્લેખનીય છે કે, તમન્નાએ ફિલ્મ જેલરના રેક કાવાલાના પરફોર્મન્સ પર લોકોનું ધ્યાન ખેચવામાં સફળ થઇ છે. 


Google NewsGoogle News