Get The App

સ્ત્રી-ટુ ફિલ્મમાં તમન્ના ભાટિયા આઈટમ સોંગ કરશે

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
સ્ત્રી-ટુ ફિલ્મમાં તમન્ના ભાટિયા આઈટમ સોંગ કરશે 1 - image


ફિલ્મ આવતાં ઓગષ્ટમાં રીલીઝ થશે

'સ્ત્રી'ના પહેલા ભાગમાં નોરા ફતેહી અને કૃતિ સેનનનાં આઈટમ સોંગ હતાં

મુંબઈ: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી ટૂ'માં તમન્ના ભાટિયા આઈટમ સોંગમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા સાથે અનુરુફ હોય તેવાં આઈટમ સોંગ માટે આ વખતે તમન્ના ભાટિયાની પસંદગી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયમાં તમન્ના ભાટિયા સાઉથ અને બોલીવૂડમાં ડાન્સર તરીકે જાણીતી બની છે. તાજેતરમાં રજનીકાન્તની ફિલ્મ 'જેલર'માં તેનું 'કાવાલા' સોંગ ભારે વાયરલ બન્યું છે. અનેક ડાન્સ શોમાં તમન્નાના આ ગીતની કોપી થાય છે. આ ગીતના કારણે તમન્નાને એક ડાન્સર તરીકે મળેલી લોકપ્રિયતાને વટાવી ખાવા માટે નિર્માતાઓએ 'સ્ત્રી ટૂ'માં આઈટમ સોંગ માટે તેની પસંદગી કરી છે. 

'સ્ત્રી'ના પહેલા ભાગમાં નોરા ફતેહી અને કૃતિ સેનન પર બે અલગ અલગ આઈટમ સોંગ ફિલ્માવાયાં હતાં. કૃતિ ત્યારે બહુ જાણીતી સ્ટાર ન હતી. જોકે 'મીમી' માટે નેશનલ એવોર્ડ મેળવ્યા પછી તે ટોચના સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ચુકી છે એટલે હવે તે કોઈ પ્રોજેક્ટમાં આઈટમ સોંગ કરે તેવી શક્યતા નથી. 


Google NewsGoogle News