તમન્ના ભાટીયા રેઇડ ટુમાં આઇટમ સોન્ગ કરતી જોવા મળશે
- યો યો હની સિંહના રૈપ પર અભિનેત્રી ઠુમકા લગાવશે
મુંબઇ: અજય દેવગણની રેઇડ ટુ ફિલ્મ હાલ ચર્ચામાં છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, તમન્ના ભાટીયા આ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરવાની છે. અભિનેત્રી યો યો હની સિંહના રૈપ પર ઠુમકા લગાવતી જોવા મળશે. આ ફિલ્મને ૨૧ મેના રોજ રિલીઝ કરવામાં આવશે.
રેઇડ ટુ ફિલ્મના અપડેટના અનુસાર, અભિનેત્રી તમ્મના ભાટીયાને ફિલ્મમાં આઇટમ સોન્ગ માટે સાઇન કરવામાં આવી છે. તે યો યો હની સિંહના ગીત પર ડાન્સર કરતી જોવા મળશે. કોરિયોગ્રાફર વિજય ગાંગુલી આ આઇટમ સોન્ગને ડાયરેકટ કરવાનો છે.
અભિનેત્રીએ સ્ત્રી ટુમાં પણ આઇટમ સોન્ગ કરીને દર્શકોનું મનોરંજ પુરુ પાડયું હતું.
રેઇડ ટુમાં અજય દેવગણની સાથે વાણી કપૂર, રિતેશ દેશમુખ, રજત કપૂર, સુપ્રિયા પાઠક, અમિત સિયાર અને ,શપાલ શર્મા મહત્વના રોલમાં જોવા મળશે. સૌરભ શુક્લા ફરી આ વખતે પણ સીતાગઢનો ખૂંખાર ડોન તાઉજીની ભૂમિરામાં હશે.