Get The App

તમન્ના ભાટિયાનું બે વાર થઈ ચૂક્યું છે બ્રેક અપ, માતા બનવા કેમ નથી માંગતી તેનું પણ કારણ જણાવ્યું

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
તમન્ના ભાટિયાનું બે વાર થઈ ચૂક્યું છે બ્રેક અપ, માતા બનવા કેમ નથી માંગતી તેનું પણ કારણ જણાવ્યું 1 - image


Tamannaah Bhatia: અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં ફિલ્મ 'સ્ત્રી 2'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેનું આઈટમ સોંગ 'આજ કી રાત' ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ દરમિયાન તમન્ના ભાટિયાએ પોડકાસ્ટમાં તેના અંગત જીવન વિશે ઘણી વાતો કરી. એકટ્રેસે એક્ટર વિજય વર્મા સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી હતી. આ વાતચીતમાં તમન્નાએ પોતાના બ્રેકઅપને લઇને પણ વાત કરી હતી. 

તમન્નાનું દિલ કેમ તૂટી ગયું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમન્ના ભાટિયાએ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતા બાદ પોડકાસ્ટમાં તેના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો શેર કરી. અભિનેત્રીએ કહ્યું કે, વિજય વર્મા સાથે રિલેશનશીપમાં આવતા પહેલાં પણ તેણે બ્રેકઅપનું દુખ અનુભવ્યુ છે. 

તમન્નાએ શેર કરી દિલની વાત 

તમન્ના ભાટિયાએ કહ્યું કે, તેને એવો પાર્ટનર નહોતો જોઈતો જે તેના સપના પૂરા ન કરી શકે. આ જ કારણ હતું કે, તેણે બીજી વખત અન્ય વ્યક્તિ સાથે બ્રેકઅપ કરવું પડ્યું. અભિનેત્રીએ જણાવ્યું કે, તેનું હૃદય બે વાર તૂટી ગયું છે. 

ગયા વર્ષે 2023 માં, બંનેએ તેમના રિલેશનશીરની પુષ્ટિ કરી હતી. તેમના સંબંધો વિશે વાત કરતા તમન્નાએ પહેલીવાર કહ્યું કે, તેને વિજય વર્મા પર પૂરો વિશ્વાસ છે. 

રોમાન્સ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, 'હું જાણું છું કે વિજય મારું સંપૂર્ણ ધ્યાન રાખશે, તેથી જ હું તેને ખૂબ પ્રેમ કરું છું.'

શા માટે અભિનેત્રી માતા બનવા નથી માંગતી?

જ્યારે તમન્નાને પૂછવામાં આવ્યું કે, તે ક્યારે લગ્ન કરી રહી છે?

અભિનેત્રીએ કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો અને કહ્યું કે, તેને લગ્નમાં રસ નથી. તમન્નાએ કહ્યું કે, હું ભવિષ્યમાં માતા બનવા માંગતી નથી. મને બાળકને જન્મ આપતા ડર લાગે છે. તમન્નાએ કહ્યું, 'હું આ બધું કેવી રીતે કરી શકું? હું કોઈને આટલો પ્રેમ, સંભાળ અને પાલનપોષણ કરી નથી કરી શકતી. મારા માતા-પિતાએ મને એટલો પ્રેમ આપ્યો છે કે, હું મારી જાતને વિચારું છું કે, જો હું ક્યારેય માતા બનીશ તો હું બાળકને કેવી રીતે સંભાળી શકીશ? તેથી જ મને બાળકો થવાનો ડર લાગે છે.'

નોંધનીય છે કે તમન્ના ભાટિયાએ પહેલીવાર એક્ટર વિજય વર્મા સાથે ફિલ્મ 'લસ્ટ સ્ટોરી'માં કામ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા.

આ પણ વાંચો: ભાઈ સુપરસ્ટાર, પોતે કરોડો કમાતી ફિલ્મો કરી છતાં ટ્રેલર લોન્ચમાં સ્થાન ન મળતાં દિગ્ગજનું દર્દ છલકાયું


Google NewsGoogle News