નીરજ પાંડેની આગામી ફિલ્મમાં તમન્ના ભાટિયા લીડ હિરોઈન

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
નીરજ પાંડેની આગામી ફિલ્મમાં તમન્ના ભાટિયા લીડ હિરોઈન 1 - image


ફિલ્મ સીધી ઓટીટી પર રીલીઝ થશે

ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નહીં, સહકલાકારોની જાહેરાત હવે પછી થશે

મુંબઇ: તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ નીરજ પાંડે સાથેની હશે. અબિનેત્રીએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. જોકે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મસર્જકે તમન્ના ભાટિયા સિવાય અન્ય  કલાકારો તેમજ  સ્ટોરી સહિતની બાબતો  ખાનગી રાખી છે. આ ફિલ્મના ટાઇટલ વિશે પણ હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. 

તમન્ના સાઉથની જાણીતી હિરોઈન છે જ્યારે નિર જપાંડ 'સ્પેશ્યલ ૨૬', 'એમએસ ધોની, ધી અનટોલ્ડ સ્ટોરીઝ' અને 'એ વેડનેસડે ' સહિતની ફિલ્મો ઉપરાંત 'સ્પેશ્યિલ ઓપ્સ ' સહિતની વેબ સીરીઝોથી જાણીતા છે.  આ હિસાબે તમન્ના માટે આગામી ફિલ્મ કારકિર્દીની રીતે મહત્વની નિવડશે તેમ માનવામાં આવે છે.



Google NewsGoogle News