અજય દેવગણની રેન્જર ફિલ્મમાં તમન્ના ભાટિયાની પણ એન્ટ્રી
- જંગલ એડવેન્ચેર પર આધારિત ફિલ્મ છે
- બિગ બજેટ ફિલ્મનું શૂટિંગ આ માસના અંતથીઃ સંજય દત્ત વિલનની ભૂમિકામાં હશે
મુંબઇ : અજય દેવગણની 'રેન્જર' ફિલ્મમાં તમન્ના ભાટિયાની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે જ્યારે સંજય દત્ત નેગેટિવ રોલ ભજવશે. જગનશક્તિનાં દિગ્દર્શન હેઠળની આ ફિલમનું શૂટિંગ માર્ચના અંતથી શરુ થઈ શકે છે. અજય દેવગણ આ ફિલ્મ દ્વારા જંગલના એડવેન્ચરને એક્સપ્લોર કરવા માટે ઉત્સુક છે. આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ એક બિગ બજેટ ફિલ્મ ગણાવાઈ રહી છે.
જોકે, તેના અન્ય કલાકારોનાં નામ હજુ જાહેર કરાયાં નથી. તમન્નાની ભૂમિકાની વિગતો પણ હજુ જાહેર કરાઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર વર્ષ દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ ગોઠવાયું છે.