Photos: 'રામાયણ'ના શૂટિંગમાંથી બ્રેક લઈને ઓસ્ટ્રેલિયા પહોંચી સાઈ પલ્લવી, દરિયામાં લગાવી ડૂબકી
Image: Facebook
Sai Pallavi Shared Vacation Pictures: સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીના વેકેશનની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. જે પોતે એક્ટ્રેસે જ ચાહકોની સાથે શેર કરી છે. સાઈ પલ્લવીની ગણતરી સાઉથ સિનેમાની ટોપ એક્ટ્રેસમાં થાય છે. તે ન માત્ર પોતાની એક્ટિંગ પરંતુ સુંદરતાને લઈને પણ ચર્ચામાં રહે છે. અત્યારે એક્ટ્રેસ રણબીર કપૂર સાથે રામાયણનું શૂટિંગ કરી રહી છે. તે પોતાના વ્યસ્ત શેડ્યૂલની વચ્ચે બ્રેક લઈને ઓસ્ટ્રેલિયા પહોંચી.
સાઈ પલ્લવી પોતાના કામની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. જ્યાં તે દરરોજ પોતાની લાઈફની અપડેટ ચાહકોની સાથે શેર કરે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઓસ્ટ્રેલિયા વેકેશનની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જે ચાહકોની વચ્ચે છવાયેલી છે.
આ તસવીરોમાં એક્ટ્રેસ પોતાની બહેન અને ખાસ મિત્રની સાથે વેકેશન એન્જોય કરતી નજર આવી રહી છે. એક ફોટોમાં સાઈ મિરર સેલ્ફી લેતી નજર આવી. તસવીરમાં વ્હાઈટ ડ્રેસ પહેરેલી તે ખૂબ સુંદર લાગી રહી છે.
આ પણ વાંચો: રણબીર, આલિયાની લવ એન્ડ વોરમાં દીપિકાનો પણ કેમિયો
આ સિવાય એક ફોટોમાં સાઈ સમુદ્રમાં ડુબકી લગાવતી પણ નજર આવી છે. ફોટોમાં તેણે બ્લૂ મોનોકિની પહેરેલી છે. સાઈ પલ્લવીએ મસ્તીની સાથે પોતાનો થાક પણ ચાહકોની સાથે શેર કર્યો. એક ફોટોમાં તે ફ્લાઈટમાં સૂતા નજર આવી.
સાઈ પલ્લવી પોતાની નો મેકઅપ પોલિસીના કારણે પણ ખૂબ ફેમસ છે. એક્ટ્રેસ પડદા પર પણ હંમેશા મેકઅપ વિના નજર આવે છે. સાઈ પલ્લવી એક્ટર રણબીર કપૂરની સાથે ફિલ્મ રામાયણમાં નજર આવશે. ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.