તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ ચંપક ચાચાને સિરિયલના સેટ પર ઈજા થઈ
ડૉક્ટર્સે સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપી
મુંબઈ, તા. 18 નવેમ્બર 2022 શુક્રવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ચંપકચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ તાજેતરમાં સેટ પર ઘાયલ થયા હતા અને ડૉક્ટર્સે તેમને સંપૂર્ણપણે બેડ રેસ્ટની સલાહ આપી છે. આ જ કારણે હાલમાં તેઓ સિરિયલનું શૂટિંગ પણ કરતા નથી.
સેટ પર ઈજા થઈ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'તારક મહેતા..'ના શૂટિંગ દરમિયાન એક સીનમાં અમિત ભટ્ટે દોડવાનું હતું અને આ દરમિયાન તેમણે બેલેન્સ ગુમાવ્યું અને તેઓ પડી ગયા હતા. આ કારણે તેમને ગંભીર ઈજા થઈ અને ડૉક્ટર્સે સંપૂર્ણપણે બેડ રેસ્ટની સલાહ આપી હતી. હાલમાં અમિત ભટ્ટ ઘરે જ આરામ કરે છે અને સિરિયલના મેકર્સ પણ તેમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. સિરિયલની ટીમ પણ ઈચ્છે છે કે અમિત ભટ્ટ એકદમ સાજા થઈ જાય પછી જ સેટ પર આવે. સિરિયલમાં અમિત ભટ્ટે દિલીપ જોષી (જેઠાલાલ)ના પિતાનો રોલ કર્યો છે, પરંતુ રિયલ લાઇફમાં તેઓ જેઠાલાલ કરતાં 5 વર્ષ નાના છે. અમિત ભટ્ટની ઉંમર 50 વર્ષ છે, જ્યારે દિલીપ જોષી 54ના છે.