ટીવીની દુનિયામાં અમર છે આ 8 સિરિયલો, વર્ષોથી દર્શકોને કરાવી રહી છે મનોરંજન

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરિયલ વર્ષ 2009માં શરુ થઈ હતી

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જે વર્ષ 2009માં શરુ થઈ હતી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ટીવીની દુનિયામાં અમર છે આ 8 સિરિયલો, વર્ષોથી દર્શકોને કરાવી રહી છે મનોરંજન 1 - image
Image Twitter 

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શો વર્ષ 2009માં શરુ થયો હતો. શો ને હાલ 15 વર્ષ થઈ ચુક્યા છે. તેની સ્ટોરી એવી છે કે દરેક પાત્રો ગોકુલધામ સોસાયટીમાં રહેતા હોય છે. તે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવે છે અને તેમણે ગોકુળધામ સોસાયટીને એક મિની ઈન્ડિયા બનાવી દીધુ છે. 

કુંડલી ભાગ્ય

સિરિયલ 'કુંડલી ભાગ્ય' વર્ષ 2017માં શરુ થઈ હતી. અને તે હજુ સુધી ટીવી પર ચાલી રહી છે. શો માં પ્રીતા અને કરણની સ્ટોરી બતાવવામાં આવી છે. શ્રદ્ધા આર્યા પ્રીતાના રોલમાં જોવા મળે છે જ્યારે ધીરજ ધુપર કરણનો રોલનો નિભાવી રહ્યો છે. 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

રાજન શાહીની સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જે વર્ષ 2009માં શરુ થઈ હતી. શો માં અત્યાર સુધી ચોથી જનરેશન આવી ચુકી છે. શો 15 વર્ષથી વધારે સમયથી ચાલી રહ્યો છે. શો માં અક્ષરા અને નૈતિકની સ્ટોરી સૌથી પહેલા બતાવવામાં આવી હતી અને હવે તેના બાળકોની સ્ટોરી બતાવવામાં આવે છે. 

ભાબીજી ઘર પર હૈ

'ભાબીજી ઘર પર હૈ'- એક કોમેડી શો છે. સૌથી પહેલા આ માર્ચ 2015માં ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. શો માં અંગૂરી, અનીતા, મનમોહન અને વિભૂતિની સ્ટોરી બતાવવામાં આવે છે. 

કુમકુમ

'કુમકુમ' ભાગ્ય જી ટીવી પર આવે છે અને આ વર્ષ 2014માં શરુ થઈ હતી. આ શો પણ હાલમાં બતાવવામાં આવે છે. આરવી અને પૂર્વી હવે લગ્નના બંધનમાં બંધાઈ જશે. હાલમાં જે શો ચાલી રહ્યો છે તેને 20 વર્ષ પૂરા થવા આવ્યા છે.

મોહબબ્તે

કરણ પટેલ અને દિવ્યંકા ત્રિપાઠી અભિનીત એક રોમેંટિક ડ્રામા છે આ 'મોહબબ્તે.' આ શો વર્ષ 2013માં શરુ થયો હતો. વર્ષ 2019માં આ શો બંધ કરવામાં આવ્યો હતો. 

FIR

એફ.આઈ.આર. સબ ટીવી પર આવે છે અને દર્શકોમાં ખૂબ પોપ્યુલર છે. શો નો પહેલો એપિસોડ 2006માં આવ્યો હતો. વર્ષ 2015માં આ શોને પણ બંધ કરવામાં આવ્યો છે. 

કસોટી જીંદગી કી

'કસોટી જીંદગી કી'  શ્વેતા તિવારી, સીજેન ખાન, ઉર્વશી ઢોલકિયા અને કરણ સિંહ ગ્રોવરે કામ કર્યું છે. શો નો પહેલો એપિસોડ વર્ષ 2001માં આવ્યો હતો અને આઠ વર્ષ સુધી ચલાવવામાં આવ્યો હતો. એકતા કપુરનો આ શો ખૂબ જ પોપ્યુલર હતો. 



Google NewsGoogle News