‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢીએ કર્યો અન્ન-જળનો ત્યાગ, તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
Tarak Mehta ka ULta Chashma Roshan Singh Sodhi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નથી. સોઢીએ સાત જાન્યુઆરીએ વીડિયો મારફત પોતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી કે, તેનું સ્વાસ્થ્ય ખરાબ છે. હવે તેના અંગત મિત્ર ભક્તિ સોનીએ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ગુરૂચરણ હોસ્પિટલમાં કેમ દાખલ છે.
વિક્કી લાલવાની સાથે વાતચીત કરતાં ભક્તિ સોનીએ જણાવ્યું કે, અગાઉ અચાનક ગુમ થઈ ગયા બાદ ગુરૂચરણ જ્યારથી ઘરે પરત ફર્યો છે, ત્યારથી તેણે અન્નનો ત્યાગ કર્યો છે. 22 એપ્રિલ, 2024ના રોજ તે ગુમ થઈ ગયો હતો અને 26 દિવસ બાદ 17 મેના રોજ ઘરે પરત ફર્યો હતો. 17 મેથી તે માત્ર લિક્વિડ લઈ રહ્યો છે. તેણે ભોજન લીધુ નથી.
અન્ન-જળનો કર્યો ત્યાગ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢીના એક મિત્રે આ અંગે વાત કરતા કહ્યું કે, ‘ગુરૂચરણે હવે પાણીનો પણ ત્યાગ કર્યો છે. 19 દિવસથી તેણે પાણી પીધું નથી. તેનાથી તેને નબળાઈ આવી ગઈ છે. અને તે બેભાન થઈ ગયો હતો, જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.’
ગુમ થયા પહેલાં હતો બીમાર
ભક્તિસિંહે ખુલાસો કર્યો છે કે, ગુરૂચરણ ગુમ થયો તે પહેલાં પણ બીમાર હતો. તે સતત ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે પ્રયાસો કરતો હતો. જેમાં હતાશા મળતાં તે તણાવમાં આવી ગયો હતો.
આ પણ વાંચોઃ શાહિદ કપૂરની નવી ફિલ્મ સાઉથના એટલી સાથે હશે
સંન્યાસ લેવા માગતો હતો સોઢી
વધુમાં જણાવ્યું કે, તે એક આધ્યાત્મિક વ્યક્તિ છે. તે ગુમ થયો ત્યારે તે હિમાલય જઈ સંન્યાસ લેવા માગતો હતો. પરંતુ તેના ગુરૂજીએ તેને અટકાવતાં તે પાછો આવ્યો હતો. તે ચારેકોરથી હતાશા મળતાં ભૌતિકવાદી દુનિયાથી દૂર થવા માગતો હતો.
ડોક્ટરની સલાહને અવગણી
સોઢી હોસ્પિટલમાં દાખલ હોવા છતાં તે ડોક્ટરની સલાહ માની રહ્યો નથી. તેના પરિજનો અને આસપાસના લોકો તેને સતત ખાવા-પીવા માટે આગ્રહ કરી રહ્યા છે, પરંતુ તે સ્પષ્ટ ઈનકાર કરી રહ્યો છે.