તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ અભિનેતાએ 16 વર્ષ પછી સીરિયલને કહ્યું અલવિદા, કહ્યું- જ્યારે આ શો શરૂ થયો...
Taarak Mehta Ka Ooltah Chashmah: 2008માં શરુ થયેલ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લોકપ્રિય ટીવી શો છે. જો કે આ શોને ઘણા કલાકારોએ અલવિદા કહી દીધું છે, જયારે હવે 16 વર્ષ બાદ હજુ એક પાત્ર આ શોને અલવિદા કહેશે. ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે આ નિર્ણય લીધો છે.
શો છોડતી વખતે ગોલી થયો ભાવુક
કુશ શાહે શો માટે આભાર વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અભિનેતાએ કહ્યું હતું કે જયારે આ શો શરુ થયો હતો, ત્યારે હું યંગ હતો. તમે અને આ પરિવારે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મેં આ શોમાં ખૂબ એન્જોય કર્યું છે. તેમજ મેં શોમાં મારું નાનપણ વિતાવ્યું છે. આ સફર માટે હું આસિત મોદીનો આભારી છું, જેણે મને મને ગોલીમાં પરિવર્તિત કર્યો.'
અભિનેતાએ વધુમાં કહ્યું કે, 'તમારો ગોલી એવો જ રહેશે. એ જ ખુશી, એ જ હાસ્ય, એ જ તોફાન, શોમાં એક અભિનેતા બદલાઈ શકે છે, પણ પાત્ર નહીં.'
આ પણ વાંચો: કોઈના પિતાએ યુદ્ધ લડ્યું તો કોઈએ પોતે ભાગ લીધો, આ એકટર્સનું છે કારગિલ યુદ્ધ સાથે કનેક્શન
આ સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું છે
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો 2008થી ટીવી પર રાજ કરી રહી છે. દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ગુરુચરણ સિંહ, શૈલેષ લોઢા, નેહા મહેતા, જેનિફર મિસ્ત્રી અને ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટે પણ શો છોડી દીધો છે.