Get The App

તારક મહેતાના 'સોઢી' ઉર્ફ ગુરૂચરણ સિંહની તબિયત બગડી, હોસ્પિટલથી શેર કર્યો વીડિયો

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
તારક મહેતાના 'સોઢી' ઉર્ફ ગુરૂચરણ સિંહની તબિયત બગડી, હોસ્પિટલથી શેર કર્યો વીડિયો 1 - image


Gurucharan Singh hospitalized: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ કેટલાય વર્ષોથી લોકોને ભરપુર મનોરંજન આપી રહી છે. આ શોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા, પરંતુ તેણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને લોકો તેને આજે પણ આ જ નામથી ઓળખે છે. તેમાંથી એક ગુરુચરણ સિંહ છે જેમણે રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી. ગુરુચરણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેની તબિયત ખરાબ છે અને તે હોસ્પિટલમાં દાખલ છે.

ગુરુચરણ સિંહનો આ વીડિયો જોઈને ચાહકોમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પરથી વીડિયો શેર કર્યો છે. જેમાં તેના હાથમાં ડ્રિપ લાગેલી જોવા મળે છે. જોકે તેણે વીડિયોમાં કહ્યું નથી કે તેમને શું થયું છે. 

ગુરુચરણની તબિયત ખરાબ 

ગુરુચરણે વીડિયોમાં ચાહકોને ગુરુ ગોવિંદ સિંહ જયંતિની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, 'મારી હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. હાલત જુઓ, ચલો રબ રખા." તેમણે એમ પણ કહ્યું કે, "ટૂંક સમયમાં મારા ચાહકોને કહીશ કે મને શું થયું છે. અને ચાહકોને ગુરુ પુરબની શુભેચ્છાઓ આપવામાં કેમ વિલંબ શું કામ કરવો."



Google NewsGoogle News