VIDEO : 'જેઠાલાલ'ના ઘરે જશ્નનો માહોલ, દિલીપ જોશીના દીકરાના લગ્નમાં પહોંચ્યા 'તારક મહેતા...'ના સ્ટાર્સ

સોશિયલ મીડિયા પર દિલીપ જોષીના દિકરાના લગ્નના વીડિયો ખૂબ જ વાયરલ

દિકરી સાથે જોવા મળી રહી છે દિશા વાકાણી

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
VIDEO : 'જેઠાલાલ'ના ઘરે જશ્નનો માહોલ, દિલીપ જોશીના દીકરાના લગ્નમાં પહોંચ્યા 'તારક મહેતા...'ના સ્ટાર્સ 1 - image
Image Social Media

તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર 

Dilip Joshi Son Wedding: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનો રોલ ભજવી ફેમસ થયેલા દિલીપ જોષીના દિકરાના સોમવારના રોજ લગ્ન છે. જોષી પરિવારમાં હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દિલીપ જોષીના દિકરાના લગ્નના વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લગ્નના આ કાર્યક્રમમાં તારક મેહતાના ઉલ્ટા ચશ્માનો કલાકારો પણ જોવા મળી રહ્યા છે. શોમાં દયાબેનનું રોલ ભજવનાર એક્ટ્રસ દિશા વાકાણી પણ આ લગ્ન સમારંભમાં સામેલ થયા હતા. દિશા વાકાણીને લગ્નના કાર્યક્રમમાં જોઈ ફેન્સ ખૂબ જ એક્સાઈડ દેખાઈ રહ્યા છે. 

ફેમિલી સાથે જોવા મળ્યા દિલીપ જોષી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં દિલીપ જોષી તેમની પુરી ફેમિલી અને દિકરા સાથે જોવા મળી રહ્યા છે. દરેક લોકો ખૂબ જ ખુશ અને એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. જેઠાલાલે સફેદ કલરની શેરવાણી અને માથા પર પાઘડી પહેરેલા જોવા મળે છે. તેમની દિકરી નિયતિ બ્લુ સાડીમાં જોવા મળે છે.

દિકરી સાથે જોવા મળી રહી છે દિશા વાકાણી

તો આ બાજુ લગ્ન પ્રસંગની જે તસવીરો વાયરલ થઈ રહી છે, તેમા દિશા પિંક કલરના સુટમાં જોવા મળી રહી છે. દિશા વાકાણીની ક્યુટ લાગતી દિકરી સાથે ફોટો પડાવતી જોવા મલે છે. તમને જણાવી દઈએ કે દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી ગાયબ છે. આ ઉપરાંત સુનૈના ફોજદાર આ લગ્ન પ્રસંગમાં પર્પલ કલરના આઉટફિટમાં જોવા મળે છે. શો માં કોમલ હાથીનો રોલ ભજવનાર અંબિકા રેડ કલરની સાડીમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત લગ્ન સમારંભમાં નિતીશ ભલુની, પલક સિધવાણી પણ જોવા મળે છે. 

શો માં આત્મારામનો રોલ ભજવતા મન્દાર ચંદવાદકર પણ જોવા મળી રહ્યા છે. તેમની પત્ની સ્નેહલે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. 


Google NewsGoogle News