Get The App

જેઠાલાલ પર કોઈ જોક બનાવતા પહેલા ચેતજો! TMKOCનું કન્ટેન્ટ વાપરતા પહેલા કરવું પડશે આ કામ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
જેઠાલાલ પર કોઈ જોક બનાવતા પહેલા ચેતજો! TMKOCનું કન્ટેન્ટ વાપરતા પહેલા કરવું પડશે આ કામ 1 - image


Taarak Mehta ka Ooltah Chashma : ટીવીનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 16 વર્ષથી પ્રસારિત થઈ રહ્યો છે. આ શોના અત્યાર સુધીમાં લગભગ 4000 એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે. આ શોની ચર્ચા સતત ચાલતી રહેતી હોય છે. ક્યારેક તેના કલાકારો વિશે તો ક્યારેક તેના નિર્માતાઓ વિશે. તો  'તારક મહેતા...'ના કન્ટેન્ટ પર પણ ઘણીવાર જોક્સ બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત કલાકારો પર પણ મજાક ઉડાડીને જોક્સ બનાવવામાં આવે છે. અશ્લીલ પ્રકારનું કન્ટેન્ટ અને ફાલતું જોક્સ બનાવવામાં આવે છે. પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટે પરવાનગી વગર આવી સામગ્રીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, હવે શો અથવા તેના કલાકારોના નામ પર કોઈપણ ગેરકાયદેસર અથવા કોઈ પરમિશન વગર કન્ટેન્ટ નહી બનાવી શકે.

પરવાનગી વગર આવી સામગ્રીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ: દિલ્હી હાઈકોર્ટ

'તારક મહેતા શો..'ના નિર્માતાઓ અને તેની પ્રોડક્શન હાઉસ કંપની નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડે આરોપ લગાવ્યો હતો કે, ઘણી સંસ્થાઓ અને વેબસાઈટ શોની સામગ્રીનો ઉપયોગ કરીને નફો કરે છે. ટીવીનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'. છેલ્લા 16 વર્ષથી પ્રસારિત થઈ રહેલા આ શોના અત્યાર સુધીમાં લગભગ 4000 એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે. આ શોની ચર્ચા સતત ચાલતી રહેતી હોય છે. ક્યારેક તેના કલાકારો વિશે તો ક્યારેક તેના નિર્માતાઓ વિશે. તો 'તારક મહેતા...'ના કન્ટેન્ટ પર પણ ઘણીવાર જોક્સ બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત કલાકારો પર પણ મજાક ઉડાડીને જોક્સ બનાવવામાં આવે છે. અશ્લીલ પ્રકારનું કન્ટેન્ટ અને ફાલતું જોક્સ બનાવવામાં આવે છે. પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટે પરવાનગી વગર આવી સામગ્રીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, હવે શો અથવા તેના કલાકારોના નામ પર કોઈપણ ગેરકાયદેસર અથવા કોઈ પરમિશન વગર કન્ટેન્ટ નહી બનાવી શકે.તેઓ શોના કલાકારોના નામ અને ગેટઅપનો ઉપયોગ કરીને આર્થિક ફાયદો ઉઠાવે છે. નિર્માતાઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, શો સંબંધિત સામગ્રીનો ઉપયોગ કરીને યુટ્યુબ પર અશ્લીલ અને ડબલ મીનિંગ વીડિયો બનાવવામાં આવી રહ્યા છે.

પોસ્ટર અને સ્ટીકરની જેમ. ડીપ ફેકની મદદથી શોની સામગ્રીનો પણ ઉપયોગ

આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે કેટલીક જાણીતી વેબસાઈટ સામે આદેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો શોના કન્ટેન્ટનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવશે તો આરોપીને નુકસાન વેઠવું પડશે. જસ્ટિસ મીની પુષ્કરને આ આદેશમાં કહ્યું કે, શોના પાત્રો અને નામનો કોપીરાઈટ માત્ર તેના પ્રોડક્શન હાઉસ પાસે છે. પરંતુ હજુ પણ શોના પોસ્ટરો કે ડાયલોગ્સ સાથે વેચવામાં આવી રહ્યો છે. ટી-શર્ટ, પોસ્ટર અને સ્ટીકરની જેમ. ડીપ ફેકની મદદથી શોની સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

યુટ્યુબ પર જે પણ કન્ટેન્ટ છે, તેને વહેલી તકે ડિલીટ કરવા આદેશ

હાલમાં ગત. 14 ઓગસ્ટ 2024ના રોજ પસાર કરવામાં આવેલા આ આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, પરવાનગી વિના શો સંબંધિત કોઈપણ પ્રકારની સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટનું કહેવું છે કે આનાથી મેકર્સ અને પ્રોડક્શન હાઉસની ઈમેજ પર અસર થઈ રહી છે. તેમજ કોર્ટે યૂટ્યૂબ પર શો સંબંધિત સામગ્રીના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં પણ આદેશ આપ્યો છે કે, યુટ્યુબ પર જે પણ કન્ટેન્ટ છે, તેને વહેલી તકે ડિલીટ કરી દેવામાં આવે.

આ ઉપરાંત કોર્ટે આઈટી મંત્રાલય અને ટેલિકોમ વિભાગને આદેશ પણ આપ્યો છે કે, જો આ વેબસાઈટ પરની તમામ સામગ્રી 48 કલાકની અંદર ડિલીટ કરવામાં ન આવે તો તે ચેનલોને બ્લોક અથવા ડિલીટ કરવામાં આવે.


Google NewsGoogle News