વર્ષોથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી દૂર દયાબેન પરિવાર સાથે યજ્ઞ કરતા જોવા મળ્યા

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા મુંબઈમાં અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

વાયરલ વીડિયોમાં દિશા સાથે તેના બાળકો અને પતિ યજ્ઞ કરતાં જોવા મળી રહ્યા છે

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
વર્ષોથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી દૂર દયાબેન પરિવાર સાથે યજ્ઞ કરતા જોવા મળ્યા 1 - image
Image Social Media

Disha Vakani Viral Video: છેલ્લા કેટલાક વર્ષોથી ટીવીની દુનિયામાંથી ગાયબ દિશા વાકાણી હાલમાં ક્યા છે અને શું કરે છે? આ પ્રશ્નનો જવાબ જાણવા તેના ચાહકો બેચેન છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની દયા બેન એટલે કે દિશા વાકાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તે ફેમિલી સાથે યજ્ઞ કરતી જોવા મળે છે. 

ફેમિલી સાથે જોવા મળી દિશા વાકાણી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા મુંબઈમાં અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિશા વાકાણીએ આ યજ્ઞમાં ભાગ લીધો છે.  દિશા વાકાણીનો એક વીડિયો હાલમાં ચર્ચામાં છે. ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી આ અશ્વમેઘ મહાયજ્ઞમાં સામેલ થઈ હતી. દિશાના બે બાળકો અને તેના પતિ પણ તેની સાથે હતા. વાયરલ વીડિયોમાં દિશા તેમજ તેના બાળકો અને પતિ યજ્ઞ કરતાં જોવા મળી રહ્યા છે. જેમા તેનો આખો પરિવાર પીળા કલરના કપડાંમાં જોવા મળી રહ્યો છે. દિશાએ પીળી સાડી સાથે હેવી જ્વેલરી પહેરી છે.

આવા યજ્ઞ થવા જોઈએ, પર્યાવરણ શુદ્ધ કરવા માટે જરુરી : દિશા

દિશાએ કહ્યું કે, 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર પણ અમે ગાયત્રી મંત્ર પૂજન કરતાં હતા. આવા યજ્ઞ થવા જોઈએ અને પર્યાવરણ શુદ્ધ કરવા માટે આ જરુરી છે.  તેથી સારા વિચારો આવે છે અને બાળકો ઘણુ બધુ શીખે છે. 

2017 માં તે મેટરનિટી લીવ પર ગઈ હતી તે પછી તે શોમાં પરત ન આવી

દિશા વાકાણી દયાબેનના રોલ માટે જાણીતાં છે. તે 2008થી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે, જોકે, 2017 માં તે મેટરનિટી લીવ પર ગઈ હતી તે પછી તે શોમાં પરત ન આવી. એક વાર એક એપિસોડ વચ્ચે દિશા જોવા મળી હતી. પરંતુ તે પછી દિશા શોમાં જોવા મળી નથી. ફેન્સ તેને શો માં જોવા માટે બેચેન છે. તમને જણાવી દઈએ કે જોધા અકબર અને દેવદાસ જેવી ફિલ્મોમાં  દિશા સપોર્ટિંગ રોલ પણ કરી ચૂકી છે. 


Google NewsGoogle News