VIDEO : દીકરાના લગ્નમાં ગરબે ઘૂમ્યા 'જેઠાલાલ', ગીત ગાઈને રમઝટ બોલાવી, ધૂમધામથી ઉજવાયો પ્રસંગ

લગ્ન સમારંભમાં ફાલ્ગુની પાઠક પણ થયા સામેલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયા સંગીત અને મેહંદીના ફોટોઝ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
VIDEO : દીકરાના લગ્નમાં ગરબે ઘૂમ્યા 'જેઠાલાલ', ગીત ગાઈને રમઝટ બોલાવી, ધૂમધામથી ઉજવાયો પ્રસંગ 1 - image
Image Social Media

તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર

Dilip Joshi Son Marriage Videos:'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ના એક્ટર દિલીપ જોષીએ ખૂબ જ ધામ ધુમથી તેમના દિકરા રિત્વિકના લગ્ન કર્યા છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 

ટીવીના સૌથી પોપુલર શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' માં તેમની જોરદાર કોમેડીથી લોકોના દિલ જીતનાર જેઠાલાલ હવે બીજીવાર સસરા બની રહ્યા છે. હાલમાં જ એક્ટરના પુત્ર રિત્વિક  લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો છે. જેની કેટલીય તસવીરો પણ સામે આવી છે. જેમા દિલીપ જોષી ગીતો ગાઈ રહ્યા છે. 

દિલીપ જોષીના દિકરાના લગ્ન સમારંભમાં દિશા વાકાણી સહિત ટીવી કલાકાર જોવા મળ્યા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનો રોલ ભજવતાં દિલીપ જોષીના દિકરાના સોમવારના રોજ લગ્ન યોજાયા. જોષી પરિવારમાં હાલ જશ્નનો માહોલ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર દિલીપ જોષીના દિકરાના લગ્નના વીડિયો ખૂબ જ વાયરલ થયા છે. લગ્નના આ કાર્યક્રમમાં તારક મેહતાના ઉલ્ટા ચશ્માનો કલાકારો પણ જોવા મળ્યા. શો માં દયાબેનનું રોલ ભજવનાર એક્ટ્રસ દિશા વાકાણી પણ આ લગ્ન સમારંભમાં સામેલ થયા હતા. દિશા વાકાણીને લગ્નના કાર્યક્રમમાં જોઈ ફેન્સ ખૂબ જ એક્સાઈડ દેખાતા હતા. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયા સંગીત અને મેહંદીના ફોટોઝ

આ પહેલા લગ્નમાં આવેલા મહેમાનોના ફોટો વાયરલ થયા હતા. તો હવે ફરી રિત્વિકની સંગીત અને મેહંદીની તસવીરો પણ વાઈરલ થઈ છે. જેમા દીલીપ જોષીની ટીમે તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમા દિલીપ જોષી ગીત ગાતા નજરે પડે છે. તો બીજી એક તસવીરમા એક્ટર તેમની પત્નીના હાથમાં મેહંદી લગાવતા જોવા મળે છે. 

લગ્ન સમારંભમાં ફાલ્ગુની પાઠક પણ થયા સામેલ 

દિલીપ જોષીના દિકરાની સંગીત નાઈટમાં ટીવીના કેટલાય કલાકારોએ સાથે સાથે પોપુલર સિંગર ફાલ્ગુની પાઠક પણ સામેલ થયા હતા. જે સ્ટેજ પર દિલીપ જોષી સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળી રહી છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં દિલીપ જોષી ડાન્સ કરતાં જોવા મળે છે. 



Google NewsGoogle News