'આ તદ્દન હાસ્યાસ્પદ છે...', 'ટપુ' સાથે સગાઈની ચર્ચાને 'બબીતાજી'એ ફેક ગણાવી, જુઓ શું કહ્યું
Munmun Dutta on her Engaged News: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટના અફેરની ચર્ચા ખૂબ ચાલી હતી. ત્યારે હવે બંનેએ ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ પરિવારની હાજરીમાં ગુજરાતના વડોદરામાં સગાઈ કરી હોવાની અફવા ફેલાઈ હતી. જોકે આ વાત સદંતર ખોટી હોવાની ખુદ મુનમુન દત્તાએ સ્પષ્ટતા કરી છે. મુનમુન દત્તાની તેના TMKOC કો-સ્ટાર રાજ અનડકટ સાથે સગાઈની અફવાએ છેલ્લા કેટલાક કલાકોમાં ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી હતી.
ઉડેલી ચર્ચાને રદિયો આપતા અભિનેત્રી કહ્યું...
જેથી ઉડેલી ચર્ચાને રદિયો આપતા અભિનેત્રીએ આ સમાચારને તદ્દન હાસ્યાસ્પદ ગણાવ્યા અને કહ્યું કે, 'તે આટલી વાહિયાત બાબત છે. મુનમુને આ સમાચારને તદ્દન હાસ્યાસ્પદ ગણાવ્યા અને કહ્યું કે, 'આ તદ્દન હાસ્યાસ્પદ છે! આમાં સત્ય નથી. હું આવા નકલી સમાચારો પર મારી શક્તિ અને ધ્યાન બગાડવાનો ઈચ્છતી નથી.'
બંનેમાંથી કોઈ તેમના સંબંધોની પુષ્ટિ કરતા નથી
રાજ અને મુનમુનના સંબંધોના સમાચાર છેલ્લા ઘણા સમયથી ફરતા હતા. જોકે, રાજ કે મુનમુનમાંથી કોઈએ તેમના સંબંધોની સ્થિતિની પુષ્ટિ કરી નથી. તેમજ બંને કલાકારોએ વારંવાર આવા સમાચારોને ફગાવી દીધા છે. જ્યારે મુનમુન TMKOC માં બબીતાની ભૂમિકા માટે જાણીતી છે, ત્યારે રાજે એ જ શોમાં ટપુનું પાત્ર ભજવ્યું છે.