તાપસી પન્નુ પણ આ માર્ચ માં પરણી જશે
- રકૂલ પ્રીત પછી બીજી હિરોઈનનાં લગ્ન
- રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે, બોલીવૂડમાં બહુ આમંત્રણ નહિ આપે
મુંબઇ : તાપસી પન્નુ લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. કહેવાય છેકે, તાપસી પોતાના બોયફ્રેન્ડ અને બેન્ડમિન્ટન ખેલાડી મૈથિયાસ બો સાથે માર્ચ મહિનામાં લગ્ન કરી લેશે.જોકે તાપસીએ સત્તાવાર રીતે પોતાના લગ્નની ઘોષણા કરી નથી.
તાપસી મૈથિયાસ સાથે ૧૦ વર્ષથી રિલેશનશિપમાં છે. તેણ ેલગ્ન માટે રાજસ્થાનનાં એક શહેરની પસંદગી કરી છે. તાપસી ત્યાં રોયલ અંદાજમાં લગ્ન કરશે તેવી પણ ચર્ચા છે.
તાપસીને બોલીવૂડમાં બહુ ઝાઝા મિત્રો નથી. આથી, તેના લગ્નમાં બોલીવૂડમાંથી બહુ ઓછા લોકો સામેલ થઈ શકે છે. બહુ અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં જ તે લગ્ન કરશે.
તાપસીએ પોતાના મૈથિયાસ સાથેના સંબંધો ક્યારેય છૂપાવ્યા નથી. થોડા સમય પહેલાં જ તેણે મૈથિયાસ સાથે બહુ ઈન્ટીમેટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.