તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝનેસ ચાલે છે

Updated: May 19th, 2024


Google NewsGoogle News
તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝનેસ ચાલે છે 1 - image


- બહેનની કંપનીમાં તાપસી ડાયરેક્ટર તરીકે છે  

- તાપસીની કંપનીએ જ તેનો લગ્ન પ્રસંગ  એરેન્જ કર્યાની વાત તાજેતરમાં બહાર આવી

મુંબઈ: સંખ્યાબંધ બોલીવૂડ સેલિબ્રિટીઓ એક્ટિંગ તથા ફિલ્મ નિર્માણ સિવાય અન્ય વ્યવસાયોમાં પણ પ્રવૃત્ત છે. તાજેતરમાં થયેલા એક રસપ્રદ ઘટસ્ફોટ અનુસાર તાપસી પન્નુ પણ એક બિઝનેસ વુમન છે અને તે પોતાની વેડિંગ પ્લાનિંગ કંપની ચલાવે છે. 

આ કંપની તાપસીની બહેન શગુનના નામે છે. તાપસી તેમાં ડાયરેક્ટર તરીકે છે. થોડા સમય પહેલાં તાપસી પન્નુનાં લગ્ન થયાં હતાં. તાપસીએ આ લગ્નની વિગતો બહુ જ ગુપ્ત રાખી હતી. હવે એવું બહાર આવ્યું છે કે તેની પોતાની કંપનીએ જ સમગ્ર લગ્ન પ્રસંગનું આયોજન પાર પાડયું હતું. તાપસી અને તેના બોયફ્રેન્ડ મેતિઆસ બોએનાં લગ્ન બોલીવૂડમાં તાજેતરના ઈતિહાસમાં થયેલાં સૌથી સિક્રેટ વેડિંગ ગણાવાય છે. આ વેડિંગ કઈ કંપનીએ પ્લાન કર્યાં તે વિશે  સેલિબ્રિટી વર્તુળોમાં પૂછપરછ વધી હતી કારણ કે અનેક સેલિબ્રિટીઓ પોતાના અંગત પ્રસંગની વાતો ચર્ચાય તેમ ઈચ્છતી હોતી નથી. આ  પુૂછપરછમાંથી એ બહાર આવ્યું હતું કે ખુદ તાપસીએ જ પોતાની કંપની મારફત સમગ્ર પ્લાનિંગ કર્યું હતું. 


Google NewsGoogle News