તાપસી બોયફ્રેન્ડ મેથિઆસ બો સાથે માલદિવ પહોંચી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
તાપસી બોયફ્રેન્ડ મેથિઆસ બો સાથે માલદિવ પહોંચી 1 - image


- બોયફ્રેન્ડની ગોદમાં બેસીને ફોટો પડાવ્યો

- ઓલિમ્પિક મેડલ વિજેતા મેથિઆસ અને તાપસી લાંબા સમયથી લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં

મુંબઇ : તાપસી પન્નુએ બોયફ્રેન્ડ મેથિઆસ બો સાથે માલદિવમાં નવાં વર્ષની ઉજવણી કરી હતી. તેણએ બોયફ્રેન્ડની ગોદમાં બેસીને પડાવેલો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

તાપસી એક તસવીરમાં બોયફ્રેન્ડના ખોળામાં બેઠેલી અને પ્રેમથી તેને ગળે લગાડતીજોવા મળે છે. તાપસીએ આ તસવીર શેર કરતાં લખ્યું છે કે, એન્ડ એ હગ. આ ઉપરાંત તાપસીએ વધુ એક તસવીર શેર કરતાં લખ્યું છે કે, એન્ડ બ્યૂટી.

તાપસીનો બોયફ્રેન્ડ મેથિયાસ બો જાણીતો બેડમિન્ટન પ્લેયર છે. તે ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચુક્યો છે. આ બન્ને વારંવાર વેકેશન એન્જોય કરતાજોવા મળે છે.તાપસી વરસો પહેલા માથિયાસની ગેમ જોવા દઇ હતી ત્યારે બન્નેની ઓળખાણ થઇ હતી. જોકે, તેણે પોતાની રિલેશનશિપ વિશે જાહેરમાં કયારેય ખાસ કોઈ વાત કરી નથી. બંને લોગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે. 

આ પ્રવાસમાં તાપસી સાથે તેની બહેન શગુન પણ જોડાઈ હતી. તાપસીએ તેની સાથે પણ ફોટા શેર કર્યા હતા. 


Google NewsGoogle News