ફિલ્મ 'દોબારા'ની ટીમ એરપોર્ટ પર સ્પોટ થઈ, જુઓ તસવીરો
મુંબઈ, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર
અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ 'દોબારા' 19 ઓગષ્ટ, શુક્રવારના રોજ રીલિઝ થઈ ચુકી છે. ત્યારે ફિલ્મની ટીમના સદસ્યો શુક્રવારે બપોરના સમયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ દ્વારા અનુરાગ કશ્યપે 4 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કર્યું છે. ટાઈમ ટ્રાવેલ પર આધારીત આ ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત ફિલ્મમાં તેના સાથે પવેલ ગુલાટી પણ છે.
આ ફિલ્મને ક્રિટિક્સે સારા રિવ્યુ આપ્યા છે અને તેની વાર્તા ઉપરાંત તાપસીના અભિનયની પણ પ્રશંસા થઈ છે. જોકે કલેક્શન મામલે ઓપનિંગ ડે પર ફિલ્મને નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ ફિલ્મની ટીમ એરપોર્ટ એરાઈવલ પર સ્પોટ થઈ હતી જે નીચે તસવીરોમાં જોઈ શકાય છે...
ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂર અને ડિરેક્ટર અનુરાગ કશ્યપ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા
તાપસી પન્નુ લાઈટ બ્લુ ડ્રેસમાં લેધર બેગ સાથે એરપોર્ટમાંથી બહાર નીકળતી જોવા મળી
પવેલ ગુલાટીએ વ્હાઈટ શર્ટ અને બ્લુ જીન્સ સાથે લેધરની ચંપલ કેરી કરીને લુકને સ્ટાઈલિશની સાથે જ દેશી ટચ આપ્યો હતો