Get The App

તાપસીએ એક્શન થ્રીલર ગાંધારીનું શૂટિંગ શરુ કર્યું

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
તાપસીએ એક્શન થ્રીલર ગાંધારીનું શૂટિંગ શરુ કર્યું 1 - image


- કનિકા ધિલ્લોન ફરી તાપસી માટે ફિલ્મ બનાવે છે

મુંબઇ : તાપસી પન્નુએ પોતાની આગામી એકશન-થ્રિલર ફિલ્મ 'ગાંધારી,  લેટ ધી વોર બિગીન'નું શૂટિંગ શરૂ કરી દીધું છે.  તાપસીની ભૂતકાળની 'મનમર્જિયાં' સહિતની ફિલ્મોની સર્જક કનિકા ધિલ્લોન જ આ ફિલ્મ બનાવી રહી છે. દેવાશિષ મખીજા તેનું દિગ્દર્શન કરી રહ્યો છે. 

તાપસીએ સેટ પરથી પ્રથમ દિવસનાં શૂટિંગની તસવીર શેર કરી હતી. જોકે, આ તસવીરમાં તાપસીનો ચહેરો છૂપાવાયો છે. 

ફિલ્મની વાર્તા કે અન્ય કલાકારો વિશે માહિતી અપાઈ નથી. પરંતુ તે 'હસીન દિલરુબા' જેવી જ એક્શન થ્રીલર હશે તેમ મનાય છે. 


Google NewsGoogle News