‘મેં તાલી બજાતી નહીં, બજવાતી હુ’ એકટ્રેસ સુષ્મિતા સેન સ્ટારર વેબસીરીઝ ‘Taali’નું મોશન પોસ્ટર રિલીઝ
Image Source: Instagram
નવી મુંબઇ,તા. 1 જૂલાઇ 2023, શનિવાર
બોલીવૂડ એકટ્રેસ સુષ્મિતા સેનની આગામી વેબ સીરિઝ 'તાલી' (Taali) માટે ચર્ચામાં આવી છે. તે ટૂંક સમયમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતની ભૂમિકામાં જોવા મળશે. સુષ્મિતાએ ત સોશિયલ મીડિયા પર તેની અપકમિંગ વેબ સિરીઝ 'તાલી'નું મોશન પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે એક અલગ અને અનોખો અવતાર જોવા મળી રહી છે.
સુષ્મિતા સ્ટારર આ વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર રિલીઝ થશે. પોસ્ટરમાં સુષ્મિતા તેના કપાળ પર લાલ રંગનો મોટો ચાલ્લો લગાવેલો છે. આ મોશન પોસ્ટરમાં સુષ્મિતા કહી રહી છે કે, ‘તુ મુશ્કેલ દે ભગવાન,મેં આસાન કરુ, તુ દેદે તપતી રેત, મેં ગુલિસ્તા કરુ, તુ લાખ ગિરા દે બિજલી મુઝ પે,મેં તો સતરંગ બનુ ...મેં તાલી બજાતી નહીં બજવાતી હું.’
વેબસીરિઝ 'તાલી' ગૌરી સાવંતની સ્ટોરી છે, જેનો જન્મ ગણેશ તરીકે થયો હતો. ગૌરી 2013માં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) કેસમાં દાખલ કરવામાં આવેલી અરજીકર્તીઓમાંથી ગૌરી એક અરજીકર્તા હતી. આ સમગ્ર મામલામાં તેની મહત્વની ભૂમિકા હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય વર્ષ 2014માં આવ્યો હતો, જેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપવામાં આવી હતી.
'તાલી'નું મોશન પોસ્ટર જોઈને ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો છે. સુષ્મિતાને આ અવતારમાં જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક પ્રશંસકે ટિપ્પણી કરી- 'આ માસ્ટરપીસ માટે રાહ જોઈ શકતો નથી, લેડી બોસ...’