Get The App

ટી સીરીઝના ભૂષણકુમારની કઝિન ટિશાનું 21મા વર્ષે નિધન

Updated: Jul 20th, 2024


Google News
Google News
ટી સીરીઝના ભૂષણકુમારની કઝિન ટિશાનું 21મા વર્ષે નિધન 1 - image


- લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહી હતી

- ક્રિશન કુમારની દીકરી ટિશાની જર્મનીમાં સારવાર ચાલતી હતી, બોલીવૂડમાં શોક 

મુંબઈ : ટી સીરિઝના માલિક ભૂષણ કુમારની કઝિન તથા એક્ટર-પ્રોડયૂસર ક્રિશન કુમારની દીકરી ટિશાનું ૨૧ વર્ષની વયે નિધન થતાં બોલીવૂડ વર્તુળોમાં શોકની લાગણી છવાઈ છે. 

ટી સીરિઝના વર્તુળોના જણાવ્યા અનુસાર ટિશાને કેન્સરનું નિદાન થયું હતું. પરિવારજનો તેને સારવાર માટે જર્મની લઈ ગયા હતા. જોકે, ત્યાં  તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બોલીવૂડના ટોચના ફિલ્મ નિર્માણ અને મ્યુઝિક પ્રોડક્શન હાઉસના  પરિવારમાંથી હોવા છતાં પણ ટિશા હમેશા લો પ્રોફાઈલ રહી હતી. તે ટી સીરિઝ ના પ્રોડક્શન હેઠળની ફિલ્મોના સ્ક્રિનિંગ વખતે દેખાતી હતી. 

ટિશાના પિતા ક્રિશ્ન કુમારે દાયકાઓ પહેલાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ  કર્યું છે. 

Tags :
T-SeriesBhushankumarTisha-passes-away-at-21

Google News
Google News