સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ
- ગાંધી નિર્વાણ દિન અંગે પોસ્ટ કરી હતી
- વિવાદાસ્પદ પોસ્ટ સામે વિરોધ : સ્વરાએ પોતાની પોસ્ટસનો બચાવ કર્યો
મુંબઇ : સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવાયું છે. તેણે રિપબ્લિક ડે તથા ગાંધી નિર્વાણ દિનને સાંકળીને એક પોસ્ટ કરી હતી. જેની સામે વાંધો લેવાતાં તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે.
સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર તેને એક્સ દ્વારા મળેલી નોટિસના બે સ્ક્રીનશોટ્સ પોસ્ટ કર્યા છે. સ્વરાએ પોતે પોતાની પોસ્ટસનો બચાવ પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સ્વરા એક્સ પર સૌથી સક્રિય બોલીવૂડ કલાકારોમાંની એક છે. જોકે, તેની ડાબેરી વિચારધારાને કારણે તે અવારનવાર જમણેરી જૂથોનું નિશાન બનતી રહે છે. તેની આ બંને પોસ્ટસ સામે પણ જમણેરી જૂથોએ વાંધો લીધો હોવાનું મનાય છે.