Get The App

વજન વધતાં બેકાર હોવાની ટિપ્પણીથી સ્વરા ભાસ્કર નારાજ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
વજન વધતાં બેકાર હોવાની ટિપ્પણીથી સ્વરા ભાસ્કર નારાજ 1 - image


- સોશિયલ મીડિયા પર નારાજગી ઠાલવી

- બાળકને જન્મ આપ્યો છે એટલે વજન વધારે છે, સિમ્પલ બાયોલોજી તો સમજો

મુંબઇ : સ્વરા ભાસ્કર  તે હાલ સ્થૂળ બની ગઈ હોવાથી તેને ફિલ્મમાં કામ મળતું નથી તેવી ટિપ્પણીથી ભારે નારાજ થઈ છે. 

સ્વરા ભાસ્કર હાલ એક પુત્રીની માતા બની હોવાથી ફિલ્મોથી અંતર કરી નાખ્યું છે. ગર્ભાવસ્થા દરમિયના  સ્વરાનું વજન ઘણું વધી ગયું છે. પરિણામે તેને લોકો ટ્રોલ કરી રહ્યા છે. તેવામાં અમુક લોકોએ તો એવી ટીપ્પણી કરી છે કે, સ્વરાના શરીરે ચરબીના મેદ જામી ગયા હોવાથી તેને ફિલ્મોમાં કામ મળતું બંધ થઇ ગયું છે. સ્વરા   આ પ્રકારે બોડી શેમિંગથી નારાજ થઈ ગઈ છે. સ્વરાએ ટીકાકારોને જવાબ આપતાં કહ્યું હતું કે એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો છે એટલે તેનું વજન વધી ગયું છે. આ સિમ્પલ બાયોલોજી છે. આવી ટીકા કરનારાઓનાં સામાન્ય જ્ઞાાન વિશે કંઇ કહેવા જેવું નથી. સ્વરા બહુ લાંબા સમયથી ફિલ્મો કે વેબ શોથી દૂર છે.

 તેણે ફહાદ અહમદ સાથે લગ્ન કર્યાં હતા ંગયાં વર્ષે સપ્ટેમ્બરમાં તે માતા બની હતી. ઉલ્લેખનીય છે કે,સ્વરા ભાસ્કર વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતી છે. તેના માટે તેને ઘણીવાર ટોલ કરવામાં આવી છે. આ છતાં પણ વારંવાર વિવાદનો મધપૂડો છેડતી રહી છે. 


Google NewsGoogle News