સુષ્મિતાએ દિવાળી પાર્ટીમાં 18 વર્ષ જૂની સાડી પહેરી

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
સુષ્મિતાએ દિવાળી પાર્ટીમાં 18 વર્ષ જૂની  સાડી પહેરી 1 - image


- આલિયાએ લગ્નની સાડી દિલ્હીમાં રિપીટ કરી હતી

- 2005ના કરણ જોહરના શોમાં પહેરી હતી એ જ સાડી રિપીટ કરી

મુંબઇ : સામાન્ય રીતે ફિલ્મ સ્ટાર્સ કોઈ ડ્રેસ એક જ વાર પહેરતા હોય છે તેવું મનાય છે પરંતુ સુસ્મિતા સેને હાલમાં એક દિવાળી પાર્ટીમાં ૧૮ વર્ષ જૂની સાડી રિપીટ કરી હોવાનું ચાહકોએ નોંધ્યું હતું. લોકોએ તેની આ સાદગી અને સરળતાની પ્રશંસા પણ કરી હતી.  

સુષ્મિતા હાલમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ રોગમન શોલ અને તેની પુત્રી રેની સેન સાથે એક  દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી.  

આ જ સાડી તેણે ૨૦૦૫માં કોફી વિધ કરણ સીઝન વનમાં પહેરી હતી. આ સમયે તે સંજય દત્ત સાથે આ શો માં જોવા મળી હતી. જેમાં બેઝ કલરની સાડી પહેરેલીજોવા મળી હતી અને આજે પણ તે આ જ સાડીમાં જોવા મળી હતી . 

 તાજેતરમાં  આલિયા ભટ્ટે તાજેતરમાં દિલ્હીમાં નેશનલ એવોર્ડ સ્વીકારતી વખતે પોતાના લગ્ન વખતની જ સાડી પહેરી હતી. તેણે આ સાડી જરા જુદી રીતે પહેરી હતી. પરંતુ, ચકોર ચાહકોએ તરત જ પકડી પાડયું હતું કે આ આલિયાના લગ્ન વખતની સાડી છે. 


Google NewsGoogle News