Get The App

પ્રેમમાં નિષ્ફળ નીવડેલી સુસ્મિતા સેન સાચા પ્રેમની વ્યાખ્યા કરે છે

Updated: Jan 1st, 2022


Google NewsGoogle News
પ્રેમમાં નિષ્ફળ નીવડેલી સુસ્મિતા સેન સાચા પ્રેમની વ્યાખ્યા કરે છે 1 - image


- તમારું સત્ય કહી દો એ ખરેખર સુંદર બાબત છે : સત્ય અવિશ્વનીય છે

મુંબઇ : અભિનેત્રી સુસ્મિતા સેનને જે હોય એ સાચું કહી દેવાની આદત છે અને તેને સત્ય ગમે પણ છે, પછી ભલેને તે  વ્યાવસાયિક પરિસર હોય કે અંગત જીવન ! મોડેલ-એકટર રોહમનશોલ સાથેની રિલેશન શિપમાં જ્યારે ભંગાણ પડયું ત્યારે તેમે જરાય છૂપાવ્યા વિના એ વાત છડેચોગ કરી દીધી.

સુસ્મિતા સેન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે 'મારા માટે નિકટતા એ બહુ મોટી વાત છે, જ્યારે તમે જાહેર જીવન જીવતા હો ત્યારે તમારી સાથે સંકળાયેલી  વ્યક્તિ પર પણ લોકોની નજર હોય છે. આથી જ, ભલે તેના માટે અથવા તમારા અંગત જીવન માટે તે યોગ્ય નથી.' આ મહિનાના પ્રારંભમાં સોશિયલ મીડિયા થકી સુસ્મિતાએ રોહમન સાથેના તેના સંબંધોનો અંત આવ્યો છે, એવું જણાવ્યું હતું.

વધુમાં ઉમેરતા સુસ્મિતાએ જણાવ્યું, 'બંને જણ માટે નિકટતા ઘણી આવશ્યક હોય છે જેથી તેઓ તેમના જીવનમાં આગળ વધી શક ે છે અને બેશક, મિત્રતા તો કાયમ રહે છે. મારી ઉંમરે, જો હું બેસીને કંઇક ભયંકર વિશે વિચારવાનું શરૂ કરું તો હું ખરેખર મારું જીવન વેડફી નાખું છું.

આ ૪૬ વર્ષની અભિનેત્રીને એ વાતનું ગર્વ છે કે તે દરેક રિલેશન શિપમાંથી કંઇક ને કંઇક શીખી છે. 'દરેક રિલેશન શિપમાંથી હું વધુ વિકસિત થઇ છું. તમારું સત્ય કહી દો એ ખરેખર એક સુંદર બાબત છે.' આ સાથે જ સુસ્મિતા ઉમેરે છે કે 'હું ૧૦૦ ટકા આપનાર વ્યક્તિ છું... જ્યારે હું પ્રેમમાં હોઉં ત્યારે ૧૦૦ ટકા આપું છે તેથી, જ્યારે આપણે તેમાંથી બહાર નીકળીએ ત્યારે આપણે તે ૧૦૦ ટકા કરવું જોઇએ.  કારણ ગમે તે હોય, તમારું જીવન લૂપમાં રહેવાનું નથી. સત્ય અવિશ્વનીય છે કારણ કે તે લોકોને મિત્રો રહેવા અને એકબીજા સાથે સારા બનવાની મંજૂરી આપે છે. દુનિયાને પ્રેમની જરૂર છે,' એમ સુસ્મિતાએ જણાવ્યું હતું.


Google NewsGoogle News