સની લીઓનીએ પણ નોઈડામાં પોતાની રેસ્ટોરાં શરુ કરી
- વધુ એક બોલીવૂડ હસ્તીનું રેસ્ટોરાંમાં રોકાણ
- સનીએ રેસ્ટોરાંને સ્પેનિશ નામ ચિકા લોકા આપ્યું, તેનો અર્થ ક્રેઝી ગર્લ થાય છે
મુંબઇ : અનેક બોલીવૂડ હસ્તીઓની જેમ સની લિઓનીએ પણ રેસ્ટોરાં બિઝનેસમાં ઝંપલાવ્યું છે. તેણે દિલ્હીના નોઈડામાં એક રેસ્ટોરાં શરુ કરી છે.
અભિનેત્રીએ પોતાની રેસ્ટોરાંને ચિકા લોકા એવું ે સ્પેનિશ નામ આપ્યું છે. ચિકા લોકાનો મતલબ અંગ્રેજીમા ક્રેઝી ગર્લ થાય છે.
સનીએ પોતે રેસ્ટોરાંમાં કૂક કરતી હોય તેવો વીડિયો પણ શેર કર્યો હતો.
બોલીવૂડમાં અનુષ્કા શર્મા, શિલ્પા શેટ્ટી, કરણ જોહર સહિતની હસ્તીઓની પોતાની રેસ્ટોરાં છે. વિવિધ રેસ્ટોરાં ચેઈનની માલિકીની રીતે સુનિલ શેટ્ટી સૌથી ટોપ પર છે. પ્રિયંકા ચોપરાએ પણ ન્યૂયોર્કમાં રેસ્ટોરાં શરુ કરી હતી જોકે, તાજેતરના કેટલાક અહેવાલો અનુસાર પ્રિયંકા હવે એ રેસ્ટોરાંની ભાગીદારીમાંથી છૂટી થઈ ગઈ છે.