સની દેઓલની આગામી ફિલ્મની રિલીઝ આવતા વરસે રિપબ્લિક ડેના શક્યતા
- અભિનેતાના જન્મદિવસે આ ફિલ્મનું પ્રથમ લુક જાહેર
મુંબઇ : સની દેઓલની આગામી ફિલ્મ જાટ આવતા વરસે રિપબ્લિક ડેના રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલમનું દિગ્દર્શન ગોપીજંદ માલિનેનીએ કર્યું છે. જ્યારે સનીની અન્ય ફિલ્મ લાહોર : ૧૯૪૮ની રિલીઝ તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ વખતે સની દેઓલ હેન્ડ પમ્પના સ્થાને પંખો ઉખાડતો પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે.
જાટ ફિલ્માં સની દેઓલ સાથે રણદીપ હુડ્ડા, વિનીત કુમાર સિંહ, સૈયાની ખેર અને રેજિના કૈસાંદ્રા મહત્વના રોલમાંજોવા મળવાના છે.
ગોપીચંદ માલિનેની દ્વારા દિગ્દર્શિત જાટ ફિલ્મમાં હાઇ-ઓકેટેન એકશન દ્રશ્યોને સમાવામાં આવ્યા છે. રિપોર્ટના અનુસાર, આ ફિલ્મને ૨૦૨૫ના ગણતંત્ર દિવસના સપ્તાહાંતે રિલીઝ કરવાને યોગ્ય સમય હોવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવામાં આવ્યું છે કે, રિલીઝ તારીખની ઘોષણા જલદી જ કરવામાં ાવશે.
ફિલ્મ જાટમાં દેશભક્તિનો તડકો હશે તેથી તેને રિલીઝ કરવા માટે ગણતંત્રનો દિવસ યોગ્ય મનાઈ રહ્યો છે. આ ફિલ્મ દેશભક્તિ અને એકશનથી ભરપુર હશે જે એક બિગ બજેટની એન્ટરટેનર ફિલ્મ હશે.