ફિલ્મ ગદર-2 એ શાહરુખ ખાનની પઠાણને આ બાબતે છોડી પાછળ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ફિલ્મ ગદર-2 એ શાહરુખ ખાનની પઠાણને આ બાબતે છોડી પાછળ 1 - image


નવી મુંબઇ તા. 22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

બોલીવૂડની ફિલ્મોના હવે જાણે દિવસો આવ્યા હોય તેવુ લાગી રહ્યું છે, એક સમય હતો કે  સાઉથની ફિલ્મો જ ચાલી રહી હતી. દર્શકોને પણ કંઇક નવુ હટકે જોઇતુ હોય છે. 

પઠાન હોય કે ગદર-2, ડ્રીમ ગર્લ- 2 અને જવાન એક પછી એક ફિલ્મો થિયેટરમાં ચાલી હવે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 એ છ અઠવાડિયામાં ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતા. ગદર 2 અત્યાર સુધી હિન્દીમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ જાન્યુઆરીમાં મોટા પડદા પર આવી હતી.આ ફિલ્મે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. તેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને હિન્દીમાં કમાણીની બાબતમાં નંબર વન પર આવી ગઇ હતી. જો કે હવે શાહરૂખનો રેકોર્ડ સની દેઓલે તોડી નાખ્યો છે.

મળતી માહિતી પ્રમાણે,પઠાણના હિન્દી વર્ઝને 50 દિવસમાં 521.95 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો કે તમિલ અને તેલુગુ સહિત ભારતમાં આ ફિલ્મે 540.51 કરોડનો બિઝનેસ કર્યો હતો. 

- ગદર 2 માત્ર હિન્દી ભાષામાં જ રીલિઝ થઈ હતી અને આ ફિલ્મે 6 અઠવાડિયામાં કુલ 522 કરોડ રૂપિયાની કમાણી કરીને પઠાણને પાછળ છોડી દીધા હતા.

ગદર 2 કમાણી પર એક નજર 

  • પ્રથમ અઠવાડિયુ: 284.63 કરોડ
  • બીજું અઠવાડિયુ : 134.47 કરોડ
  • ત્રીજું અઠવાડિયું: 63.35 કરોડ
  • ચોથું અઠવાડિયું: 27.55 કરોડ
  • પાંચમું અઠવાડિયુ : 7.28 કરોડ
  • છઠ્ઠું અઠવાડિયું: રૂ. 4.72 કરોડ
  • કુલ કમાણીઃ રૂ. 522 કરોડ

2001માં આવેલી સુપરહિટ ફિલ્મ ગદરની આ સિક્વલ ગદર-2 ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોએ તેને ઘણો પ્રેમ આપ્યો હતો. જ્યારે પઠાણ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.


Google NewsGoogle News