Get The App

સની દેઓલની બે વર્ષથી રખડી પડેલી ફિલ્મ 'સૂર્યા' હવે પૂર્ણ થશે

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
સની દેઓલની બે વર્ષથી રખડી પડેલી ફિલ્મ 'સૂર્યા' હવે પૂર્ણ થશે 1 - image


ગદ્દર ટૂના શૂટિંગના કારણે આ ફિલ્મ રખડાવી

(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ: સની દેઓલની 'સૂર્યા' ફિલ્મ શૂટિંગ શરુ થયા પછી રખડી પડી હતી. હવે સનીએ 'બોર્ડર ટૂ ' પહેલાં આ ફિલ્મ પૂર્ણ કરવાનું નક્કી કર્યું હોવાના અહેવાલો છે. મૂળ મલાયલમ ક્રાઈમ  થ્રિલરની હિંદી રીમેક 'સૂર્યા' ૨૦૨૨માં બનવાની શરુ થઈ હતી. જોકે, તે વખતે જ 'ગદ્દર ટૂ'નો પ્રોજેક્ટ ચાલતો હતો. સની દેઓલને 'ગદ્દર ટૂ'માં વધારે રસ પડયો હતો અને તેના કારણે તેણે 'સૂર્યા'નું શૂટિંગ બાજુ પર મૂકી દીધું હતું. 'ગદ્દર ટૂ' સફળ થયા બાદ સની દેઓલને અનેક નવી ઓફરો મળી રહી છે. પરંતુ તેણે હાલ 'સૂર્યા'ને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. 

આ સિવાય તે આમિર ખાનના પ્રોડક્શન હેઠળની 'લાહોર ૧૯૪૭'  ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.  તેણે તાજેતરમાં જ 'બોર્ડર ટૂ'ની પણ જ ાહેરાત કરી છે. 


Google NewsGoogle News