Get The App

'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂરની સાથે દેખાશે સની દેઓલ, કરી શકે છે આ રોલ

Updated: Dec 10th, 2024

GS TEAM


Google News
Google News
'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂરની સાથે દેખાશે સની દેઓલ, કરી શકે છે આ રોલ 1 - image


Image: Facebook

Sunny Deol in Film Ramayana: બોલિવૂડ એક્ટર સની દેઓલ નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી રામાયણ ફિલ્મમાં હનુમાનનું પાત્ર નિભાવશે. અત્યાર સુધી આ સમાચારની માત્ર ચર્ચા હતી પરંતુ હવે તેને સની દેઓલે કન્ફર્મ કરી દીધી છે. જોકે, તેણે એ નથી કહ્યું કે હનુમાનનું પાત્ર નિભાવશે પરંતુ એ જરૂર કહ્યું કે તે આ ફિલ્મનો ભાગ છે. પહેલી વખત તેણે પોતાના પાત્રને લઈને વાત કરી. સનીએ જણાવ્યું કે મેકર્સની ફિલ્મને લઈને શું પ્લાનિંગ છે. સનીએ કન્ફર્મેશન આપતાં કહ્યું કે આ એક લાંબો પ્રોજેક્ટ છે, જેને અવતારની રીતે બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સની બનશે હનુમાન

સની દેઓલની રામાયણ ફિલ્મનો ભાગ હોવું ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. સની ભગવાન હનુમાનનું પાત્ર નિભાવતો નજર આવશે, આ સમાચાર તેના ચાહકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. 

સનીએ કહ્યું, રામાયણ એક લાંબો પ્રોજેક્ટ છે કેમ કે તે આને 'અવતાર' અને 'પ્લેનેટ ઓફ ધ એપ્સ' ફિલ્મોની જેમ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તે તમામ ટેકનિશિયન તેનો ભાગ છે. લેખક અને ડાયરેક્ટર આ વિશે ખૂબ ક્લિયર છે કે આને કઈ રીતે બનાવવો જોઈએ અને પાત્રોને કેવી રીતે રજૂ કરવાં જોઈએ.

આ પણ વાંચો: પૌત્રીને નોકરાણીના ભરોસે છોડી ગયા અને...: સુપરસ્ટાર મોહન બાબુએ વહુ અને દીકરા વિરુદ્ધ નોંધાવી FIR

વીએફએક્સ પર પૂરું ધ્યાન

રામાયણની કહાની પર બનનારી ફિલ્મો ખૂબ ટીકાનો શિકાર પણ થઈ છે, દરમિયાન આ ફિલ્મ કેવી રીતે અલગ હશે તેની પર વાત કરતાં સનીએ કહ્યું, તમને ખાસ ઈફેક્ટ પણ જોવા મળશે, જે તમને એ વિશ્વાસ અપાવશે કે આ ઘટનાઓ ખરેખરમાં ઘટી છે. ઈમાનદારીથી કહું તો મને પૂરતો વિશ્વાસ છે કે આ ખૂબ શ્રેષ્ઠ થવાનું છે અને મને વિશ્વાસ છે કે દરેક આને પસંદ કરશે.

પહેલા પાર્ટનું શૂટિંગ પૂરું

સનીથી પહેલા રણબીર કપૂરે પણ રામાયણ ફિલ્મ પર વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ફિલ્મ બે પાર્ટ્સમાં બનશે. મે પહેલા ભાગનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને ટૂંક સમયમાં બીજા ભાગનું શૂટિંગ કરીશ. આ કહાનીનો ભાગ બનવા માટે હું રામની ભૂમિકા નિભાવવા માટે ખૂબ આભારી છું. આ મારા માટે એક સ્વપ્ન છે. આ એક એવી ફિલ્મ છે જેમાં બધું જ છે. આ શીખવાડે છે કે ભારતીય સંસ્કૃતિ શું છે- પારિવારિક ગતિશીલતા અને પતિ-પત્નીના સંબંધની પરિભાષા શું છે.

રામાયણ ફિલ્મની રિલીઝ ડેટ્સને હજુ ફાઈનલ કરાઈ નથી પરંતુ મેકર્સે એ જાહેરાત કરી છે કે પહેલો પાર્ટ 2025 અને બીજો 2026માં રિલીઝ થશે. ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર તો સીતા માતાનું પાત્ર સાઈ પલ્લવી નિભાવતાં નજર આવશે. રાવણના પાત્ર માટે કેજીએફ ફેમ યશને ફાઈનલ કરવામાં આવ્યા છે.

Tags :