Get The App

સની દેઓલ, વરુણ ધવનની બોર્ડર-ટુનું શૂટિંગ શરુ થયું

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
સની દેઓલ, વરુણ ધવનની બોર્ડર-ટુનું શૂટિંગ શરુ થયું 1 - image


- ફિલ્મ 2026ના પ્રજાસત્તાક દિને રીલિઝ કરાશે

- આ વખતે દિગ્દર્શન અનુરાગ સિંહનું, દિલજીત દોસાંજે અને અહાન શેટ્ટીની પણ ભૂમિકા

મુંબઇ : 'બોર્ડર  ટૂ' ફિલ્મનાં શૂટિંગની શરૂઆત કરી દેવામાં આવી છે. ફિલ્મના સેટ પરથી એક તસવીર શેર કરીને આ અંગેની ઘોષણા કરવામાં આવી છે. 

આ  ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી કામ કરી રહ્યા છે.  ફિલ્મ ૨૦૨૬ના પ્રજાસત્તાક દિન વખતે રીલિઝ કરાશે. 

મૂળ 'બોર્ડર'ના સર્જક જે પી દત્તા આ વખતે સહ નિર્માતા તરીકે જ છે. જ્યારે દિગ્દર્શન અનુરાગ સિંહને અપાયું છે. 

આ ફિલ્મ ૧૯૯૭માં રીલિઝ થયેલી 'બોર્ડર'ની સીકવલ નથી પરંતુ તે જ અરસામાં સરહદ પર થયેલી અન્ય લડાઈને દર્શાવવામાં આવશે.


Google NewsGoogle News