સની દેઓલ બોર્ડર ટૂના શૂટિંગ માટે દહેરાદૂન પહોંચી ગયો
- ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ કરાશે
- જેપી દત્તાને બદલે અનુરાગ સિંહનું દિગ્દર્શન,વરુણ ધવન,દિલજીત દૌસાંજ સહ કલાકારો
મુંબઇ : દિગ્દર્શક જેપી દત્તાની હિટ ફિલ્મ 'બોર્ડર'ના બીજા ભાગનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. સની દેઓલ ફિલ્મનાં શૂટિંગ માટે દહેરાદૂન પહોંચી ગયો છે. અભિનેતાએ જણાવ્યું હતું કે, બોર્ડર ટુની શૂટિંગ માટે દહેરાદૂન પહોંચી ગયો છું. તેણે ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી હતી.
મૂળ 'બોર્ડર' ફિલ્મ ૧૯૯૭માં રીલિઝ થઈ હતી. બીજા ભાગનું દિગ્દર્શન જોકે જે પી દત્તા નહિ પરંતુ અનુરાગ સિંહ કરશે. જે પી દત્તાનાં પુત્રી ફિલ્મનાં કો પ્રોડયૂસર છે.
ફિલ્મમાં દિલજીત દૌસાંજ તથા વરુણ ધવન સહિતના કલાકારો પણ છે. આ ફિલ્મ આગામી વર્ષે ૨૬મી જાન્યુઆરીએ રીલિઝ થવાની છે.
અગાઉ જણાવાયું હતું તેમ આ ફિલ્મમાં 'બોર્ડર' ફિલ્મમાં લોંગાવાલ બોર્ડર પરનું જે યુદ્ધ દર્શાવાયું હતું તે જ લડાઈનું અન્ય સ્વરુપ દેખાડાશે. આ વખતે એરફોર્સના પરાક્રમો ફોક્સમાં હશે.