હેમામાલિનીના જન્મદિવસની પાર્ટીમાં સની દેઓલ ન દેખાયો
- હેમાની બર્થ ડે પાર્ટીમાં રેખા, જયા બંને હાજર
- આમંત્રણ મળ્યું હોવા છતાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢી હાજરી ન આપી
મુંબઇ : હેમા માલિનીના ૭૫મા જન્મદિવસની ઉજવણીમાં રેખા, જયા બચ્ચન ઉપરાંત સલમાન ખાન, જેકી શ્રોફ, માધુરી દીક્ષિત સહિત જૂની અને નવી પેઢીના કલાકારોનો મેળો જામ્યો હતો પરંતુ તેમાં સની દેઓલની ગેરહાજરી સૌથી ઊડીને આંખે વળગી હતી.
કહેવાય છે કે, સની દેઓલને હેમા માલિનીના જન્મદિવસની ઊજવણીની પાર્ટીનું આમંત્રણ આપવામાં આવ્યુ હતું. પરંતુ તે ણે પોતે ક્યાંક કામમાં વ્યસ્ત હોવાનું જણાવી હાજરી આપવાનું ટાળ્યું હતું.
જોકે ધર્મેન્દ્ર પુત્રીઓ એશા અને આહના સાથે જોવા મળ્યો હતો. બધાએ સાથે મળીને બર્થ ડે કેક કાપી હતી. તેમજ ધર્મેન્દ્રએ હેમાને કેક પણ ખવડાવી હતી.
આ પહેલાં સની દેઓલના પુત્ર કરણના લગ્ન વખતે પણ વિવાદ થયો હતો. તે વખતે ઈશા અને આહના આમંત્રણ છતાં લગ્નમાં આવ્યાં ન હતાં. ધર્મેન્દ્રએ સોશયલ મીડિયા પર પોતાની બન્ને પુત્રીઓ ઇશા અને આહનાની માફી માંગી હતી. તેણે એક પોસ્ટ શેર કરીહતી જેમાં લખ્યુ હતું તે બન્ને પુત્રીઓને દેઓલ પરિવાર દ્વારા જે રિસ્પેકટ મળવી જોઇતી હતી તે તેમને મળી નથી.
જોકે, બાદમાં ઈશાએ 'ગદ્દર ટૂ'નું સ્પેશ્યલ સ્ક્રિનિંગ ગોઠવ્યું હતું અને આ રીતે ઓરમાન ભાઈ-બહેનો વચ્ચે કોઈ ખટરાગ હોવાની છાપ દૂર કરી હતી.
પરંતુ, હવે હેમાની ભવ્ય બર્થ ડે પાર્ટીમાં અનેક ટોચના સ્ટાર્સની હાજરી વચ્ચે સની દેઓલ જ ગેરહાજર રહેતાં ફરી કાનાફૂસી શરુ થઈ છે.