સની દેઓલ ભાઈ બોબીના ગીત પર ઝૂમ્યો, લોકોએ કહ્યું શરમ આવવી જોઈએ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
સની દેઓલ ભાઈ બોબીના ગીત પર ઝૂમ્યો, લોકોએ કહ્યું શરમ આવવી જોઈએ 1 - image


- સની દેઓલને આ વીડિયો પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે

મુંબઈ, તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

સની દેઓલને ટેડી ખૂબ જ પ્રિય છે. આ વાત તેઓ પોતાના જૂના ઈન્ટરવ્યુમાં બતાવી ચૂક્યો છે. હવે તેમણે લોકોને જણાવી દીધુ છે કે, તેનું ફેવરિટ ટેડી કયુ છે. સની દેઓલે ક્રિસમસ ડે પર એક પોસ્ટ કરી હતી જેમાં તે પોતાના ટેડી સાથે ક્રિસમસ ટ્રી પાસે બેઠેલો છે. આજે એક તેમણે વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની દેઓલ ફિલ્મ એનિમલના 'જમાલુ' ગીત પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે અને તેની સાથે કેટલાક બાળકો પણ છે. હવે સની દેઓલને આ વીડિયો પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.


ટેડી સાથે કરી ક્રિસમસની ઉજવણી

પોતાના 'ઢાઈ કિલોના હાથ' વિલનને ડરાવનાર સની દેઓલની સોફ્ટ સાઈડ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સની દેઓલે ક્રિસમસના અવસર પર ટેડી બિયર સાથે એક મોન્ટેજ પોસ્ટ કર્યો હતો. હવે વીડિયો પોસ્ટ કર્યો છે. સની દેઓલે જણાવ્યું કે, આ તેનું ફેવરિટ ટેડી છે. આ લેટેસ્ટ વીડિયોમાં સની દેઓલ પોતાના ભાઈ બોબી દેઓલના ગીત 'જમાલુ' પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોમાં કેપ્શન આપ્યું કે, પોતાના ફેવરિટ ટેડી બિયર સાથે ક્રિસમસની ઉજવણી કરી. સની સાથે બે બાળકો પણ છે અને આ સાથે જ ક્રિસમસની શુભકામના પણ પાઠવી.

લોકોએ કર્યો ટ્રોલ 

ઘણા લોકોને સની દેઓલને આ ક્યૂટ વીડિયો પસંદ આવ્યો છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ભાઈ તું જાટ છે થોડી તો શરમ કરો. તેના પર એક બીજા યૂઝરે રિપ્લાય આપ્યો કે, ભાઈ દરેક જાટની અંદર એક સોફ્ટી છુપાયેલો હોય છે. તું પણ ટ્રાઈ કર તેમાંથી બહાર નીકળવાની પોતાના પર દંગ રહી જશે. એક બીજા યૂઝરે લખ્યું કે, સનીજી સો ક્યૂટ. વધુ એક યૂઝરે લખ્યું કે, સર હું તમને ફરી કહેવા માંગુ છું કે તમે જાટ છો અને તમને આ પોસ્ટ પર શરમ આવવી જોઈએ. એક યુઝરે લખ્યું કે, આપણે ક્રિસમસની ઉજવણી નથી કરતા આ વીડિયો જોઈને દુ:ખ થયું. જય શ્રીરામ. 25 ડિસેમ્બરની ક્લિપ પર એક યૂઝરે લખ્યું હતું કે, ભાઈ એ ન ભૂલશો કે આપણે સૂરજમલના વંશજ છીએ અને આજે તેમનો બલિદાન દિવસ છે.


Google NewsGoogle News