રામાયણમાં સની દેઓલનું 'હનુમાન' બનવાનું નક્કી! ત્રણ ભાગમાં બનશે ફિલ્મ
'દંગલ' અને 'છિછોરે' જેવી ફિલ્મ બનાવી ચુકેલા નિતેશ તિવારીની 'રામાયણ' ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે
Image Twitter |
'દંગલ' અને 'છિછોરે' જેવી ફિલ્મ બનાવી ચુકેલા નિતેશ તિવારીની 'રામાયણ' ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. નિતેશે થોડા વર્ષ પહેલા તેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે રામાયણની સ્ટોરીને એક ભવ્યતા સાથે મોટા પડદા પર લાવવા ઈચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રોજેક્ટ પર કાસ્ટિંગને લઈને ખૂબ જ રોમાંચક વિગતો બહાર આવી રહી છે.
માતા સીતાનો રોલ સાઉથની પાવરફુલ એક્ટર સાઈ પલ્લવીનું નામ નક્કી થયું
ત્રણ ભાગમાં બનનારી આ ફિલ્મમાં રણબીર કપૂર પ્રભુ શ્રીરામનો રોલ કરશે અને માતા સીતાનો રોલ સાઉથની પાવરફુલ એક્ટર સાઈ પલ્લવીનું નામ નક્કી થયું હોવાની ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં રાવણનો રોલ KGF ફેમ યશનું નામ સામે આવ્યું છે. હવે 'રામાયણ'ના પાત્રો સાથે જોડાયેલ નામોમાં વધુ એક અપડેટ સામે આવી છે.
'રામાયણ'માં હનુમાનના રોલ માટે સની દેઓલનું નામ નક્કી
એક રિપોર્ટ પ્રમાણે થોડા સમય પહેલા 'રામાયણ' માં હનુમાનના રોલ માટે ગદર 2ના એક્ટર સની દેઓલ સાથે વાત કરવામાં આવી હતી. જે આજે નવા અપડેટ પ્રમાણે 'રામાયણ'માં હનુમાનના રોલ માટે સની દેઓલનું નામ નક્કી થઈ ગયું છે. સુત્રો દ્વારા મળતી પ્રમાણે ભગવાન હનુમાનનો રોલ ભજવવા માટે અને આ તક મળતાં સની દેઓલ ખૂબ જ ખૂશ છે.