સની દેઓલે સાઉથના સુપરસ્ટાર રવિ તેજાની ફિલ્મ આંચકી લીધી

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
સની દેઓલે સાઉથના સુપરસ્ટાર રવિ તેજાની ફિલ્મ આંચકી લીધી 1 - image


- ગદ્દર ટુની સફળતા બાદ દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ સની દેઓલની ડિમાન્ડ વધી

મુંબઇ : ગદ્દર ટુની સફળતા પછી સની દેઓલની ડિમાન્ડ બોલીવૂડમાં વધવાની સાથેસાથે દક્ષિણની ફિલ્મોમાં પણ વધી ગઇ ે છે. એક રિપોર્ટન ાઅનુસાર સનીએ દક્ષિણના અભિનેતા રવિ તેજાની ફિલ્મ આચકી લીધી છે. જોકે સની દેઓલે આ ફિલ્મ સાઇન કરી છ ેતેવી સત્તાવાર ઘોષણા સની દેઓલ કે પછી નિર્માતાએ કરી નથી. 

રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે,એક ફિલ્મમાં રવિ તેજાના સ્થાને સની દેઓલને ગોઠવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ મૈત્રી મૂવીમેકર્સનું છે. રવિ તેજા સાથે તેમણે  પહેલા જ એક બિગ બજેટ ફિલ્મની ઘોષણા કરી હતી. આ ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા હતું. રવિતેજાએ આ પહેલા આ ફિલ્મસર્જકની ફિલ્મ ક્રૈક કરી હતી જે હિટ ગઇ હતી. પરંતુ પછીથી રવિની ઝોળીમાં કોઇ હિટ ફિલ્મ આવી નથી. તેથી હવે સાઉથની ઇન્ડસ્ટ્રી તેની સાથે કામ કરવા જલદી તૈયાર થતા નથી. આ ફિલ્મના બજેટને સમતોલ કરવા માટે રવિ તેજાને નિર્માતાએ ફીમાં ઘટાડો કરવાનું કહ્યું હતું. 

Sunny-Deol

Google NewsGoogle News