સનીને પણ પ્રચારનો ચસ્કો, લથડિયાં ખાતો વીડિયો વાયરલ કરાવ્યો

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
સનીને પણ પ્રચારનો ચસ્કો, લથડિયાં ખાતો વીડિયો વાયરલ કરાવ્યો 1 - image


- એક ફિલ્મનું શૂટિંગ હોવાની સ્પષ્ટતા કરી

- પહેલાં લથડિયાં ખાવાની શોર્ટ ક્લિપ મુકાઈ, ઉહાપોહ બાદ શૂટિંગનો આખો વીડિયો રજૂ

મુંબઇ : ફિલ્મના પ્રચાર માટે જાતભાતની હરકતો કરવામાં હવે સની દેઓલ પણ સામેલ થઈ ગયો છે. તે જૂહુના રસ્તા પર લથડિયાં ખાઈ રહ્યો હોવાની ઓક ક્લિપ વાયરલ થઈ હતી. બાદમાં આ  તો કોઈ ફિલ્મનું શૂટિંગ હોવાનો આખો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. 

વહેલી સવારે એવી ક્લિપ વાયરલ થઈ હતી કે સની લથડિયાં ખાતો ખાતો રસ્તા પર ટ્રાફિક વચ્ચે આવે છે અને છેવટે એક રીક્ષાવાળો તેને પોતાની રીક્ષામાં બેસાડી તેની સંભાળ લે છે. 

આ વીડિયો વાયરલ થતાં સની દારુના નશામાં ને  નશામાં રસ્તા પર આવી ગયો હોવાની કોમેન્ટસ શરુ થઈ હતી. 

કેટલાય કલાકો સુધી આવી કોમેન્ટસ ચાલવા દીધા બાદ સની તરફથી પહેલાં મૌખિક સ્પષ્ટતા આવી હતી કે આ વીડિયો અર્ધસત્ય છે. વાસ્તવમાં આ એક ફિલ્મનું શૂટિંગ હતું. 

તે પછી સનીએ અફવાઓના જવાબ તરીકે આખો વીડિયો મુક્યો હતો જેમાં તે લથડિયાં ખાવાની એક્ટિંગ કરી રહ્યો છે અને કેમેરા પર્સન્સ તથા અન્ય ક્રૂ મેમ્બર્સ તેનું શૂટિંગ કરી રહ્યા છે તેવું દર્શાવાયું હતું. આગામી ફિલ્મ 'સફર'ના એક દૃશ્યના ભાગરુપે આ શૂટિંગ થઈ રહ્યુ ંહોવાનું જણાવાયું હતું. 

કેટલાક લોકોએ શરુઆતથી જ આશંકા વ્યક્ત કરી હતી કે આ કોઈ શૂટિંગ અથવા તો સોશિયલ મીડિયા રીલ કે અન્ય પ્રચાર તરકીબ હોઈ શકે છે. આ આશંકા સાચી સાબિત થઈ હતી. 


Google NewsGoogle News